પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ હોકર્સ ઝોન તથા ફેરી કરતા ધંધાર્થીઓ માટે સિક્યુરીટી વગર વર્કિંગ કેપિટલ લોન અપાવવા મનપા દ્વારા ખાસ કેમ્પ

હિન્દ ન્યુઝ, રાજકોટ

ભારત સરકાર દ્વારા “સેવા અને સંકલ્પ”ના ૧૦૦ દિવસ અંતર્ગત શેરી ફેરિયાઓ માટે પી.એમ. સ્વનિધિ યોજના (PMSVANidhi – PM Street Vendors AtmaNirbhar Nidhi) મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃ સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાન દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. શેરી ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરને છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરી ફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ અલગ અલગ હોકર્સ ઝોન તથા ફેરીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લાભાર્થીઓના રહેઠાણના સ્થળોની આસપાસ કેમ્પનું આયોજન કરી, સ્થળ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે. હાલ ફોર્મ ભરવાની કામગીરી નીચેના સ્થળે કરવામાં આવી રહી છે. તદુપરાંત, રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતે NULM સેલમાં પણ આ કામગીરી દૈનિક કરવામાં આવે છે.

રાજકોટ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડનાં કામ માટે ૧૩૮ અરજદારોનાં સફળ રજિસ્ટ્રેશન કરાયું

આ યોજના અંતર્ગત તમામ શેરી ફેરીયાઓને મહત્તમ વર્કિંગ કેપિટલ લોન રૂ.૧૦૦૦૦/- સુધી વાર્ષિક ૭% વ્યાજ સહાયથી ઉપલબ્ધ બનશે. સમયસર કે વહેલા લોનની ભરપાઈ પર DBT મારફત બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજનામાં રાજકોટ શહેરમાં શહેર બહારથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં ફેરી કરવા આવનાર તમામ શેરી ફેરિયાઓને આવરી લેવામાં આવશે. વિશેષમાં, ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે શેરી ફેરિયાઓ દ્વારા BHIM UPI, PayTm, PhonePe, GooglePay, BharatPay, AmazonPay દ્વારા પેમેન્ટ કરવામાં આવે તો રૂ|.૧૨૦૦/- કેશબેક પણ આપવામાં આવે છે.

વિશેષમાં, આ યોજના હેઠળ રૂ.૧૦,૦૦૦/- ની લોન ભરપાઈ થયેલ લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ.૨૦,૦૦૦/- ની અને ત્યારબાદ રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન તબક્કાવાર મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા રાજકોટ શહેરના તમામ ફેરીયાઓને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment