કેશોદ પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત UKVમહિલા કોલેજ ની બાળા ઓ એ માતૃ વંદના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કર્યું

કેશોદ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સ્કૂલની બાળાઓ દ્વારા એક માતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરણ9 10 11 12 તેમજ અન્ય ધોરણનુ બાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોતાના માતા-પિતાનું આરતી પૂજન તેમજ પ્રદક્ષિણા કરી અને મોઢું મીઠું કરાવ્યું હતું જેમાં સ્કૂલના આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણીતેમજ અન્ય સ્ટાફ દ્વારા ખુબ જ સરસ મજા નું આયોજન કરવામાં આવેલ હતું અને પુલવામાં શહીદ થયેલા શહીદ વીર જવાનોને બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી આ માતૃ વંદના કાર્યક્રમ માં ઘણી બાળકોએ ભાગ લીધો હતો અને તેમના માતા-પિતાનું પૂજન અર્ચન કરી અને બીજી બાળાઓને પણ એક સાચા માર્ગે દોરવા નો પ્રયત્ન કરેલો હતો હાલના સમયમાં ઘણાજ અ ઘટિત બનાવો બનતા અટકે માટે અલગ અલગ બાળા દ્વારા વક્તવ્યો તેમજ માતા પિતા ને લાગતા ગીતો પણ રજૂ કારવામાં આવેલા હતા સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી ઠાકર સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું વિશેષ માહિતી તમામ ને શ્રી ગોરફાડ સાહેબ દ્વારા આપવામાં આવેલી હતી અને લાસ્ટ માં આભાર વિધિ આચાર્ય શ્રી મંજુલા બેન ભીમાણી દ્વારા કરવામાં આવેલ હતી

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment