ચોટીલામાં રામ-રહીમ ફાઉન્ડેશન દ્વારા સર્વ રોગ નિદાન અને કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ચોટીલા

આધાર હાઉસિંગ ફાઇનાન્સ લીમીટેડ ના આયુષ્યમાન આધાર પ્રોજેકટ અંતર્ગત ચોટીલા ની પ્રાથમિક શાળા નંબર-૭, મફતીયા પરા ખાતે વાય.ફોર.ડી. ફાઉન્ડેશન અને એસ.પી. સેવા સંસ્થાન ના સહયોગથી સર્વ રોગ નિદાન અને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રોગ ના દર્દીઓની સારવાર કરી દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ કેમ્પ માં ચોટીલા ના ડો. રવિ ઝાંપડિયા(એમ.બી.બી.એસ.), ડો. અરવિંદ ડાભી(બી.ડી.એસ., એમ.ડી.એસ.) અને ડો. પુનિત શુક્લ( બી.એચ.એમ.એસ.) દ્વારા તમામ દર્દીઓને તપાસી ને સારવાર કરવામાં આવી હતી. તેમજ જરૂરીયાત મુજબ ના દર્દીઓને ઓમ લેબોરેટરી ના સુનિલભાઈ મકવાણા દ્વારા નિઃશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગના રાહુલભાઈ પરમાર તથા સંગીતાબેન પરમાર દ્વારા ૭૦ થી વધુ લોકો ને કોરોના રસી આપવામાં આવી હતી. આ કેમ્પમાં અંદાજે ૩૦૦ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ના આચાર્ય ડો. સી.બી.બાલસ, ચોટીલા ના કોર્પોરેટર કિરીટભાઈ ખાચર, આધાર હાઉસિંગ ફાઇનાન્સ ના મિતેસભાઈ અગ્રાવત, પ્રવીણભાઈ ગોગિયા, વિશ્વજીતસિંહ સરવૈયા, બિહાગ સોઢા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા રામ-રહીમ ફાઉન્ડેશનના પ્રમુખ મોહસીનખાન ડી. પઠાણ, વિજયભાઈ ચાવડા, મેહુલભાઈ ખંધાર,ફ્રેઝલભાઈ વાળા, જ્યોતિબેન સીતાપરા, પાયલબેન મોરી,સમીરભાઈ વાળા અને પ્રફુલભાઈ ભટ્ટ વગેરે એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા

Related posts

Leave a Comment