ગીર-સોમનાથ જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૩.૫ કિગ્રા ઘઉં અને ૧.૫ કિગ્રા ચોખા વિનામુલ્યે વિતરણ થશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ       ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૩.૫ કિગ્રા ઘઉં અને ૧.૫ કિગ્રા ચોખા વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જેમા જિલ્લાના NFSA અંતર્ગત કુલ ૧૬૧૨૭૭ અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા કુટુંબો રેશનધારકોને લાભ મળવા પાત્ર થશે. આ અનાજનું વિતરણ તા. ૧૧/૦૬/૨૦૨૧થી વાજબી ભાવની દુકાનેથી કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ નોંધાયેલ NFSA રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડની બુકલેટનો અંતિમ આંક ૧ હોય તેમણે તા.૧૧/૦૬/૨૦૨૧, અંતિમ આંક ૨ હોય તેમણે તા.૧૨/૦૬/૨૦૨૧, અંતિમ આંક ૩ હોય તેમણે તા.૧૩/૦૬/૨૦૨૧, અંતિમ…

Read More

ફોરેન ભણવા જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના ૨૮ દિવસ બાદ લઇ શકશે

હિન્દ ન્યૂઝ, રાજકોટ રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સીન લેવાની વ્યવસ્થા કરતી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક -http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય…

Read More

વાહનોની લે-વેચ કે ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહકો પાસેથી પુરતા પુરાવા લેવા પડશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ છેલ્‍લા કેટલાંક સમયથી આતંકવાદી ભાંગફોડીયા તત્‍વો દેશના અલગ-અલગ રાજયોમા આતંક ફેલાવવાના હેતુથી રજિસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ-મોપેડ-વિદ્યુતથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકિત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધણી ન હોવાના કારણે તેના મૂળ માલિક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીઓ/પોલીસ માટે ખૂબ જ મુશ્‍કેલ બનતું હોય છે. મહદઅંશે આવા વાહનોના વેચાણ વખતે જૂના વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ વાહનો ભાડે આપતી વખતે વેપારીઓ ખરીદનાર/ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરવા મેળવ્‍યા વગર વાહનોનું વેચાણ કરતા હોય છે, લે-વેચ કરતાં હોય છે કે…

Read More

ખેડા જિલ્લામાં જૂના મોબાઇલ ખરીદ/વેચાણ કરતા વેપારીઓએ રજીસ્‍ટર ફરજીયાત નિભાવવાનું રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ     આજે મોબાઇલ ફોનનો ઉપયોગ છેવાડાના માનવી સુધી સામાન્‍ય બની ગયો છે. દેશમાં તથા રાજયમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજીક અને દેશવિરોધી તત્‍વો મોબાઇલનો ઉપયોગ કરતાં હોય છે તથા તાજેતરમાં મોબાઇલ ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબાઇલ ફોન પરત મેળવવા માટે મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ. નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવામાં મદદરૂપ થઇ શકાય છે. ઘણા કિસ્‍સામાં મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્‍યા બાદ જણાય છે કે તે વ્‍યકિતએ કોઇ અજાણ્‍યા ઇસમ પાસેથી ફોન લીધેલ છે. આમ…

Read More

હોટલ, ગેસ્‍ટ હાઉસ, મુસાફરખાના, મોટી હોસ્‍પિટલ, કોલેજ અને યુનિવર્સીટીઓએ વિદેશી નાગરિકોની વિગતો ઓન લાઈન ફોર્મ-સી ભરી ફરજીઆત રજીસ્‍ટર થવાનું રહેશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ    વિદેશી નાગરિકો જુદા જુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્‍ટ હાઉસ, કોલેજ, યુનિવર્સીટી અને હોસ્‍પિટલોમાં થોડો સમય રોકાણ કરી ૫રત જતા રહેતા હોય છે. તેઓ કયા કયા સ્‍થળોએ જઈ, કયા રોકાણ કરેલ છે, તેમજ તેમની મુલાકાતનું સાચુ કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્‍યવસ્‍થા હાલમાં ઉ૫લબ્‍ધ નથી તેમજ હોટલ, ગેસ્‍ટ હાઉસ, કોલેજ, યુનિવર્સીટી અને હોસ્‍પિટલોમાં ૫ણ તેઓની વિગતો લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. આ બાબતનો લાભ કોઈ ૫ણ આતંકવાદી કે, રાષ્‍ટ્રદ્રોહિ પ્રવૃત્‍તિમાં સંકળાયેલા તત્‍વો લઈ શકે તેમ છે. જેથી તેઓ કયા કારણથી ભારતમાં આવી કયા…

Read More

સરકારની વિવિધ વિભાગની કચેરીના કંપાઉન્‍ડ કે કંપાઉન્‍ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયાના હદ વિસ્‍તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા

હિન્દ ન્યૂઝ, નડિયાદ   ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધારણા/ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે. ખેડા જિલ્‍લામાં પણ નાગરિકો પોતાની માંગણી, રજુઆત તરફ ધ્‍યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્‍લા સેવા સદનના પ્રાંગણમાં આમરણાંત ઉપવાસ અને ભૂખ હડતાલનું ઓચિંતું અને મનસ્‍વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેર માર્ગ ઉપર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્‍ય જનતા માટે દુવિધા સર્જાય છે. આથી ઉપરોક્ત બાબતોને ધ્‍યાને લઇ જિલ્‍લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે…

Read More

ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ કેસ નોંધાયાં

હિન્દ ન્યૂઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં આજરોજ મ્યુકર માઇકોસીસનાં ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૨ કેસ સારવાર હેઠળ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૨ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૭ સસ્પેક્ટેડ કેસ અને ૩ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જ્યારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More