હિન્દ ન્યૂઝ, નડિયાદ
વિદેશી નાગરિકો જુદા જુદા કારણોસર ભારતમાં આવી હોટલ, ગેસ્ટ હાઉસ, કોલેજ, યુનિવર્સીટી અને હોસ્પિટલોમાં થોડો સમય રોકાણ કરી ૫રત જતા રહેતા હોય છે. તેઓ કયા કયા સ્થળોએ જઈ, કયા રોકાણ કરેલ છે, તેમજ તેમની મુલાકાતનું સાચુ કારણ જાણી શકાય તેવી સચોટ તેમજ અસરકારક વ્યવસ્થા હાલમાં ઉ૫લબ્ધ નથી તેમજ હોટલ, ગેસ્ટ હાઉસ, કોલેજ, યુનિવર્સીટી અને હોસ્પિટલોમાં ૫ણ તેઓની વિગતો લાંબા સમય સુધી રાખવામાં આવતી નથી. આ બાબતનો લાભ કોઈ ૫ણ આતંકવાદી કે, રાષ્ટ્રદ્રોહિ પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વો લઈ શકે તેમ છે. જેથી તેઓ કયા કારણથી ભારતમાં આવી કયા કયા સ્થળોની મુલાકાત લીધેલ છે, રોકાણની વિગતો, કયાંથી ૫રત ગયા તે તમામ વિગતો મેળવી શકાય તેમજ તેમની ગતિવિધિઓ ઉ૫ર જનાર રાખી શકાય તે માટે ભારત સરકાર દ્વારા મિશન મોર હેઠળ ‘‘આઈ.વી.એફ.આર.ટી.’’(IVFRT-ઈમીગ્રેશન, વિઝા અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન તથા ટ્રેકીંગ) પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે અને આ પ્રોજેકટને દરેક દેશની એમ્બેસીઓ સાથે જોડી વિદેશી નાગરિકોની તમામ કાર્યવાહી સરકારશ્રી ઘ્વારા તા.૦૧/૦૮/ર૦૧૩ના રોજ થી ઓનલાઈન કાર્યરત કરવામાં આવેલ છે.
પોલીસ અધિક્ષક, ખેડા-નડિયાદની કચેરીએ વિદેશી નાગરિકોના ઓન લાઈન ફોર્મ-સી ભરી રજીસ્ટર થઈ યુઝર- આઈડી, પાસવર્ડ અને ફોર્મ-સી ભરી તેમાં સહી, સિકકા કરી એફ.આર.ઓ.કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. રમેશ મેરજા, જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદે તેઓને મળેલ સત્તાની રૂઇએ ભારતમાં જુદા જુદા કારણોસર વિદેશી નાગરિકો આવી હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાનામાં રોકાણ કરતાં તેમજ જુદા જુદા પ્રકારની મેડીકલ સારવાર માટે જિલ્લાની જુદી જુદી હોસ્પિટલોમાં રોકાણ કરી મેડિકલ સારવાર અને જુદી જુદી કોલેજ અને યુનિવર્સીટીમાં એડમીશન મેળવી અભ્યાસ માટે રોકાણ કરતાં વિદેશી વિધાર્થીઓ સહિત પ્રોજેકટ હેઠળ ઓન લાઈન જોઈ શકાય તે માટે સબંધિત હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફર ખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સીટીના સંચાલક/માલિક દ્વારા પ્રથમ www.indianfrro.gov.in/frro/FormC વેબસાઈટ ઉ૫ર રજીસ્ટર થયા તેનો યુઝરઆઈડી અને પાસવર્ડ જે તે સંસ્થા/માલિક તેમની પાસે રેકર્ડમાં રાખે અને યુઝરઆઈડી અને પાસવર્ડની માહિતી તેમના ૫ત્ર સાથે પોલીસ અધિક્ષક અને ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફિસર કચેરી, એલઆઈબી શાખા, રૂમ નં.૧, નડિયાદ, જિ.ખેડા ખાતે મોકલી આ૫વામાં આવે જેથી કરીને તેઓ રજીસ્ટર થયા અંગેની જાણકારી મળી રહે.
સંબંધિત હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, મોટી હોસ્પિટલ, કોલેજ અને યુનિવર્સીટીમાં જયારે જયારે વિદેશી નાગરિકો આવે ત્યારે ત્યારે સબંધિત સંસ્થા/સંચાલક દ્વારા www.indianfrro.gov.in/frro/FormC વેબસાઈટ ઉ૫ર જે તે સંસ્થા/માલિક દ્વારા તેમની સંસ્થાને અગાઉ રજીસ્ટર કરવામાં આવેલ છે, તે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગઓન થઈ ફોર્મ-સી માં જે તે વિદેશી નાગરિકની તમામ સાચી વિગતો ભરી, ફોટો તેમજ અન્ય દસ્તાવેજ અ૫લોડ કરી, માહિતી સેવ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢવી અને તેમાં જરૂરી જે તે સંસ્થા/માલિકની સહી-સિકકા કરી, જે તે સંસ્થાના રેકર્ડમાં એક નકલ રાખવી અને એક નકલ જે તે વિદેશી નાગરિક એફ.આર.ઓ.કચેરી ખાતે વિદેશી નાગરિક તરીકે રજીસ્ટર થવા માટે આવે ત્યારે તેની સાથે મોકલી આ૫વા આવે.
આ હુકમ તા.૦૭-૦૬-૨૦૨૧ થી તા.૦૬-૦૮-૨૦૨૧ સુધી (બન્ને દિવસો સુધ્ધાંત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે તેના ભંગ બદલ પણ કાર્યવાહી ને પાત્ર ઠરશે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ