ડભોઈ યુવાનોને હવે કોરોના ની રસી માટે વડોદરાના ધક્કા નહીં થાય

હિન્દ ન્યૂઝ, ડભોઈ        ડભોઇ એસટી ડેપો પાસે ના ITI કેન્દ્ર ખાતે ૧૮ થી ૪૪ ની વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી ડભોઇ નગરના યુવાનો માં રસી મુકાવવા માટે વહેલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.      છેલ્લા કેટલાક દિવસોથી ડભોઇ નગર ના ૧૮ થી ૪૪ વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી બંધ હતી. જેના કારણે ડભોઇનો યુવાવર્ગ રસી મુકવા માટે વડોદરા જતો હતો. પરંતુ આજરોજથી આરોગ્ય વિભાગ દ્વારા ડભોઇ નગરના યુવાનો માટે ITI કેન્દ્ર ખાતે અને તાલુકાના યુવાનો માટે…

Read More

સર ટી. હોસ્પિટલ ખાતે આગામી સોમવાર થી પોસ્ટ કોવિડ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવશે –

હિન્દ ન્યૂઝ, ભાવનગર      કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે ડિસ્ચાર્જની સંખ્યા વધી છે. ત્યારે ભાવનગરની સર.ટી હોસ્પિટલના ટીમની આગવી સૂઝબૂઝ ફરી એક વખત કોરોના મુક્ત દર્દીઓની સાર સંભાળ કેવી રીતે લઈ શકાય તે માટે બહાર આવી છે.     સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ અજગરી ભરડો લીધો હતો. ત્યારે ગુજરાતમાં પણ બીજી લહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો અને હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં હતાં. ત્યારે કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલમાં પણ બેડ મળવો મુશ્કેલ…

Read More

૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિને રસી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

હિન્દ ન્યૂઝ, ભાવનગર      કોવિડ-૧૯ માં બીજી લહેરમાં અનેક લોકોને આપણે ગુમાવ્યાં છે. વિશ્વના અનેક દેશો જ્યારે રસીકરણથી તમામ લોકોને આવરી લઈને કોરોના મુક્ત દેશ બન્યાં છે. આજે આપણી પાસે પણ કોરોનાથી બચવા બે જ વિકલ્પ છે એક માસ્ક અને બીજું જરૂરી છે રસીકરણ.      ભાવનગર જિલ્લામાં પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એન.સી.વેકરીયા, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવર, લાયઝન અધિકારી ડો.બી.પી.બોરીચાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.જયેશભાઇ વકાણીની સીધી દેખરેખ હેઠળ તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિત, ટી.એચ.વી. હસુમતીબેન ગોહિલના સુપરવિઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરા, સોનગઢ, ટાણા, મઢડા, ઉસરડ અર્બન હેલ્થ…

Read More

૨ વિશાળ PSA ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

હિન્દ ન્યૂઝ,ભાવનગર      કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઓક્સિજનની ઉભી થયેલી જરૂરિયાત અને ત્રીજી લહેરની નિષ્ણાતો દ્વારા વ્યક્ત થયેલી શક્યતાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે અને ભાવનગરના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાં માટે, કેન્દ્રીય પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ ૨ વિશાળ કદના PSA ટેક્નોલોજી આધારિત ઓક્સિજન પ્લાન્ટ બનાવા માટેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા યોજાયેલા વેબિનારમાં કરવામાં આવી હતી.     વિશાળ કદના ૨ ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે. આ બંને પ્લાન્ટ દીનદયાલ પોર્ટ(કંડલાપોર્ટ) દ્વારા રૂ.૨.૫-૩ કરોડના ખર્ચે સ્થપાશે…

Read More

ભાવનગર તાલુકાના અધેવાડા જળાશય વિસ્તારમાં ખેતી, અન્ય પ્રવૃતિ કે ઢોર ન ચરાવવાં અનુરોધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર  કાર્યપાલક ઈજનેર, ક્ષાર અંકુશ વિભાગ, ભાવનગર દ્વારા જાહેર જનતાને જણાવાયું છે કે, ચાલુ વર્ષ-૨૦૨૧ના ચોમાસા ઋતુ દરમ્યાન ભાવનગર વિસ્તારના અધેવાડા આર.આર. જળાશય યોજનામાં ભરપૂર સપાટી એટલે કે ૧૮.૭૫ મીટરના લેવલ (એફ.એસ.એલ.) સુધી પાણી ભરાવાની શક્યતા છે. આથી, આ પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરવાસમાં જળાશય વિસ્તારમાં ખેતી તેમજ અન્ય કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. તેમજ ઢોર-ઢાંખરને પણ આ વિસ્તારથી દૂર રાખવાં તથા આ યોજનાની હેઠવાસના અધેવાડા, માલણકા, તરસમિયા ગામના લોકોને ભારે પૂર વખતે સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામા આવેલ છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Read More