હિન્દ ન્યૂઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકાના વધાવી મુકામે આહિર એકતા મંચ ગુજરાત તથા આહિર યુવા ગૃપ વધાવી ના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર સર્વોદય બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલ જુનાગઢ ના કર્મચારીઓએ પોતાની સેવા આપી હતી તેમજ આહીર એકતા મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજુભાઇ બોરખતરીયા તથા મહેન્દ્રભાઈ મશરૂ, વધાવી ગામના સરપંચ, ગામના યુવાનો, જૂનાગઢ જિલ્લા ના મહામંત્રી રવિભાઈ જાખોત્રા, ધવલભાઇ નંદાણીયા માણાવદર થી ભાવેશભાઈ ડાંગર તેમજ આહિર એકતા મંચ વધાવીની સંપૂર્ણ ટીમ તથા આહિર એકતા મંચ જુનાગઢ તાલુકા તથા જિલ્લા ની સંપૂર્ણ…
Read MoreMonth: March 2021
જી.પી.એસ.સી ના પરિક્ષાર્થી ને શુભેચ્છા પાઠવતું ખંભાળીયા શહેર ભાજપ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા આજરોજ જી.પી.એસ.સી GPSC કલાસ 1/2 ની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે જામ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા સેન્ટ કર્વે સ્કૂલ ખાતે દરેક પરીક્ષાર્થી ને માસ્ક આપી ને શુભેચ્છા પાઠવવા મા આવી. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા, ઉપપ્રમુખ હસુભાઈ ધોળકિયા, મંત્રી ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન વ્યાસ, મહિલા ભાજપ ના જિલ્લા પ્રમુખ મનિસાબેન ત્રિવેદી, નગરપાલિકા સદસ્ય કોમલબેન દતાણી, રેખાબેન ખેતીયા, જિલ્લા યુવા ભાજપ ના ઉપપ્રમુખ વનરાજસિંહ વાઢેર, કિસાન મોરચા ના શહેર પ્રમુખ…
Read Moreમાંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટરસાયકલ પર ફરાર
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે દોઢ વર્ષની બાળકીને તરછોડી અજાણ્યો યુવક મોટર સાયકલ પર ફરાર થઈ ગયો હોવાનો બનાવ બન્યો છે. મોટર સાયકલ ઉપર એક અજાણ્યો યુવક દોઢ વર્ષની બાળકીને લઈને માંગરોળ તાલુકાનાં પાલોદ ગામે આવી ગામનાં કેટલાંક વિસ્તારોમાં ફરીયો હતો. ત્યારબાદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ પાલોદ ગ્રામ પંચાયત કચેરીનાં પાછળના ભાગે બાળકીને તરછોડી અજાણ્યો મોટરસાયકલ ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની ગ્રામજનોએ પાલોદ આઉટ પોલીસન ચોકીને જાણ કરતાં, પોલીસ ઘટનાં સ્થળે દોડી આવી હતી અને બાળકીનો કબ્જો લીધો હતો. પોલીસે આસપાસના CCTV…
Read Moreમાંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર કંપનીમાં લાગેલી ભીષણ આગ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાની પીપોદરા GIDC માં રૂ બનાવતી આલ્ફા ફાઇબર નામની કંપનીમાં લાગેલી ભીષણ આગથી કંપનીને લાખ્ખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. આ આગ સોર્ટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બનાવની જાણ કીમ, કડોદરા ખાતેનાં ફાયર વિભાગને કરવામાં આવતાં, ફાયર ફાઈટરોની ટીમો ઘટનાં સ્થળે આવી, ભારે જહેમતબાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગથી નજીકના વિસ્તારોમાં એક તબક્કે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આગને પગલે કોઈ જાનહાની થઈ નથી, જેથી વહીવટીતંત્ર એ રાહતનો દમ લીધો છે. પણ ફેક્ટરીની મશીનરીઓ, માલ બળીને ખાખ થઈ…
Read Moreઆણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ જિલ્લામાં ગેર કાયદેસર રેતીની હેરાફેરી કરતા ત્રણ ડમ્પર કલેકટર ઓફિસ પાસેથી અને બે સારસ પાસેથી ઝડપાયા છે. તેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની આ કાર્યવાહીને લઈ જિલ્લામાં બેરોકટોક ફરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ લોકો ડમ્પરો દ્વારા બિનઅધિકૃત ખનીજનું વહન કરતા હતા. તા. 20/03/2021 ના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતુ આણંદના અધિકારીની સુચનાથી માઇન્સ સુપરવાઇઝર સંકેત પટેલ અને સર્વેયર સંજય પંચાલ તેમજ સિક્યુરીટી ગાર્ડ તપાસ દરમિયાન હતા. જેમાં તેમણે ત્રણ ડમ્પર…
Read Moreધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરની સેના’ આવ્યા આગળ
હિન્દ ન્યૂઝ, રાજકોટ મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને તમારી મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. ધૈર્યરાજસિંહ ની મદદ માટે રાજકોટ ખાતે ‘શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરનીસેના’ ના ચંદૂભા પરમાર, વિશાલસિંહ ગોહિલ, કિરણસિંહ ગોહિલ, અનિરૂધ્ધસિંહ ગોહિલ, દિક્ષીતસિંહ ગોહિલ અને ટીમે અમીનમાગૅ રોડ ખાતે દાન એકઠું કર્યું છે. આમ ત્રણ મહિનાના આ બાળકનો જીવ બચાવવા માટે રાજ્ય ના…
Read Moreઅરવલ્લી જિલ્લામાં કોવીડ-૧૯ વેક્સીનેશન અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, અરવલ્લી કોરોના વાયરસ ની હાલ માં વધતી જતી મહામારી સામે રક્ષણ પૂરું પાડવા હેતુસર સરકાર દ્વારા સમગ્ર રાજય માં કોરોના રસીકરણ કાર્યક્રમનો ૧લી માર્ચથી પ્રારંભ કરવામાં આવેલ છે. જેમાં જિલ્લા માં ૬૦ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા તેમજ ૪૫ થી ૫૯ વર્ષ ની વયજૂથ ધરાવતા કોમોર્બિડ દર્દી (કેન્સર, ટી.બી, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ અને કીડનીની ગંભીર બીમારી ધરાવતા લોકો) માટે તારીખ-૧લી માર્ચ થી કોવિડ-૧૯ રસીકરણનો કાર્યક્રમનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તારીખ-૧૯…
Read Moreદિયોદર યુવા સંગઠન ની ટિમ આવી આગળ ધૈર્યરાજ ની મદદત માટે કર્યો ફાળો એકત્રિત
હિન્દ ન્યૂઝ, દિયોદર મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના બાળક ને જન્મ જાત થી એક ગંભીર બીમારી ના સકંજામાં આવ્યું છે. જેનું નામ એસ એમ એ 1 નો ગંભીર બીમારી છે. તેવા ધૈર્યરાજ ની મદદ માટે સમગ્ર ગુજરાત માં ફાળો એકઠો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે દિયોદર ખાતે પણ દિયોદર યુવા સંગઠન ટિમ દ્વારા 30 થી 40 યુવાનો પણ આ અભિયાન માં જોડાયા છે. જેમાં હિતેશ પરમાર, મુકેશ ભાટી,…
Read Moreદિયોદર ખાતે અખાદય ગોળ (રસ્કટ) ગોળ નું ધૂમ વેચાણ
દરરોજ રસ્કટ ગોળ ની ગાડી ઓ ઠલવાય છે આ રસ્કટ ગોળ દેશી દારૂ બનાવવા માટે ઉપયોગ થાય છે હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તેમજ દિયોદર તાલુકા ના ગામડાઓમાં દેશી દારૂ ની ભઠ્ઠી ઓ ધમ ધમી રહી છે. આ રસ્કટ ગોળ નો ઉપયોગ કરી દેશી દારૂ બનાવી રહ્યા છે. આ દેશી દારૂ પીવા થી યુવાધન તેમજ અન્ય લોકો બરબાદ થઈ રહ્યા છે ત્યારે દિયોદર ખાતે ખુલ્લે આમ આ રસ્કટ ગોળ નું વેચાણ થઈ રહ્યું છે. જો વહીવટીતંત્ર દ્રારા તપાસ કરવામાં આવે તો ખૂણે ખચકે રસ્કટ ગોળ ના ગોડાઉન…
Read Moreજે.પી.એસ સ્કૂલ (કાલાવડ) પરિવાર ના વિદ્યાર્થીઓ દ્વારા રુ. 15000 નું મહત્વનું યોગદાન
હિન્દ ન્યૂઝ, કાલાવડ સમગ્ર કાલાવડ તાલુકાના લોકસેવામાં હર હંમેશ અગ્રેસર રહેતા, માનવતાના ગુણોથી સંપન્ન એવા કાલાવડ તાલુકાના નામાંકિત જે. પી.એસ. સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ તેમજ જે.પી.એસ પરિવાર દ્વારા ધૈર્યરાજસિંહ ને સહયોગમાં 15000 રૂપિયા નું યોગદાન આપવામાં આવ્યું. નાની વયે બાળકોને બીજાને ઉપયોગી થતા તેમજ ‘એક ગુજરાતીના મદદમાં સૌ ગુજરાતી એમની સાથે છે.’ તે મહત્વનું ઉદાહરણ જે.પી.એસ. પરિવાર દ્વારા પૂરું પાડેલ છે. આ તકે શાળાના પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ એમ.પી. ડાંગરીયા તેમજ શાળાના આચાર્ય આર.એમ.દોંગા દ્વારા ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી તેમજ નગરપાલિકા કોર્પોરેટર વિરેન્દ્રસિંહ જાડેજા તથા આર્મીમેન વિરભદ્રસિંહ જાડેજા…
Read More