હિન્દ ન્યુઝ, મહીસાગર
દિવ્યાંગ પશુપાલકો પણ આ યોજનાઓનો લાભ લઇ શકશે
યોજનાઓના લાભ લેવા તા.૩૧મી સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજય સરકારના પશુપાલન ખાતા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે અમલી વિવિધ વ્યકિતલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેઓએ આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી ફરજિયાત હોઇ ઓનલાઇન અરજી કરવા માટે તા. ૩૧/૫/૨૦૨૨ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ વિવિધ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા હોય તેવા તમામ પશુપાલકોએ આઇ-ખેડૂત પોર્ટલની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ યોજનાઓ અંતર્ગત રાજય/જિલ્લાના કુલ લક્ષ્યાંકના પ્રમાણમાં નિયત થયેલ સમયમર્યાદામાં ઓછી અરજીઓ પ્રાપ્ત થઇ હશે તો તે યોજના/યોજનાઓ પુરતું પોર્ટલ અરજીઓ સ્વીકારવા માટે વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે. જો સમયમર્યાદા લંબાવવામાં આવી હશે તો તેની જાણ આઇ-ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત કરવામાં આવનાર છે.
આ યોજનાઓનો સરકારની પ્રવર્તમાન જોગવાઇ મુજબ દિવ્યાંગ પશુપાલકો પણ લાભ લઇ શકશે. આ યોજનાઓ અંગેની વધુ જાણકારી કે માહિતીની જરૂર હોય તો જે તે જિલ્લાની નજીકની પશુ સારવાર સંસ્થા/કચેરીનો સંપર્ક કરવા ગાંધીનગરના પશુપાલન નિયામકએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર