ધ્રાંગધ્રા માં મુસ્લિમ સમાજ દ્રારા રમજાન ઇદ એટલે ઈદ-ઉલ-ફિત્ર ની નમાઝ અદા કરવામાં આવી હતી, ઇદગા ગ્રાઉન્ડ ખાતે આનંદ અને ઉલ્લાસ થી મનાવામા આવી હતી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

      સમગ્ર ભારત દેશ મા આજે રમજાન ઇદ ઉજવવામાં આવી રહ્યી છે. મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો. રમજાન મહિનો મુસ્લિમ સમાજ દ્રારા આ મહિના ને ઇબાદત નો મહિનો માને છે આ રમજાન મહિના મા મુસ્લિમ સમાજ દ્રારા અલ્લાહ ની ઇબાદત કરવામા આવે છે. આ મહિના મા મુસ્લિમ સમાજ 30 દિવસ ના રોજા રાખીને રાત્રે તવાહવી વાંચી અને જકાત સદકા ફિત્રા આપીને અલ્લાહ ની ઇબાદત કરતા હતા. રમજાન મહિના ના 30 રોજા બાદ આજ સમગ્ર દેશ મા ઇદ મનાવામા આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના ઇદગા ગ્રાઉંન્ડ ખાતે સમગ્ર શહેર ના તથા આજુબાજુ વિસ્તાર ના લોકો હળીમળી ને ઇદ ની નમાઝ અદા કરી હતી. ઇદગા ગ્રાઉન્ડ મા આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તાર માથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્રારા કરવામા આવ્યુ હતુ.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment