ગીરસોમનાથ જિલ્લામાં અગ્નિવીર આર્મી ભરતી પૂર્વે વિના મૂલ્યે તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

આગામી લશ્કરી ભરતી (અગ્નિવીર)માં જોડાવા ઇચ્છતા યુવાનો સારો દેખાવ કરી શકે તે માટે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને સોમનાથ ખાતે નિવાસી તાલીમ આપવા એક વર્ગ શરૂ કરવાનો થાય છે. જેમાં ૧૭.૫ થી ૨૧ વર્ષ ઉમર, 168 સે.મી. ઊચાઈ, 77/82 સે.મી. છાતી, શારીરિક સક્ષમ, ધો.12 પાસ (સરેરાશ 45 ટકા અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 માર્ક) જરૂરી રહેશે.

યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણના કામમાં થાય તે હેતુથી લશ્કરી ભરતી પૂર્વે યોજાનાર આ તાલિમમાં ૧) શાળા છોડયાનો દાખલો (સ્કૂલ લીવીંગ સર્ટી), ૨) જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો) ૩) ધોરણ ૧૦ અને  ધોરણ ૧૨ પાસ ની માર્કશીટ (૪૫ % સાથે પાસ) ૪) પાસબુકની નકલ ૫) પાસપોર્ટ સાઈઝના બે ફોટા ૬) રોજગાર કાર્ડની નકલ ૭) આધાર કાર્ડની નકલ વગેરે ડૉક્યુમેન્ટ (અસલ અને નકલ) સાથે ઉમેદવારોએ ઇણાજ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૩૧૦ થી ૩૧૨ બીજા માળે સ્વખર્ચે રૂબરૂ નીચે મુજબના પ્રમાણપત્રોની નકલ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા તા.૨૫/૦૮/૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે.

 અરજી ફોર્મ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે.  વધુ માહિતી માટે 6357 390 390 (ઓફિસ સમયે, રજાના દિવસો સિવાય) કોલ કરવો ઉપરાંત અગાઉ તાલીમ મેળવેલ ઉમેદવારોએ ફોર્મ ભરવા નહી એવું જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment