હિન્દ ન્યૂઝ, અમરેલી આજે કોરોના કાળ વચ્ચે અમરેલીના બગસરા શહેરમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રસીકરણ કાર્યક્રમમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો ને રસી આપી શરૂઆત કરવામાં આવી હતી. રસીકરણ કાર્યક્રમમાં બગસરાના ધારાસભ્ય જે.વી.કાકડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ, પ્રાંત અધિકારી, બગસરા મામલતદાર, તલાટી, તેમજ બગસરા આરોગ્ય કેન્દ્રના તમામ ડોક્ટરો અને આખા સ્ટાફ સાથે હાજરી આપી હતી. રિપોર્ટર : મનજીભાઈ પરમાર, બગસરા
Read MoreDay: January 17, 2021
ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ સર્કિટ ખાતે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ની મિટિંગ આયોજન
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ સર્કિટ ખાતે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ની મિટિંગ મળી હતી. આ મિટિંગ ઇન્ડિયન યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના નેશનલ પ્રેસિડેન્ટ કે.કે શાસ્ત્રીજી ની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રભારી ડો. જગદીશભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અભયભાઈ જોટવા, કોળી સમાજ વેરાવળ ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ મેર, ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના કમિટી સભ્ય, દ્વારકા મોરબી યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રભારી પ્રેમ ભાઈ ગઢિયા, સોમનાથ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ રાકેશભાઈ…
Read More