હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
આજરોજ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ સર્કિટ ખાતે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ની મિટિંગ મળી હતી. આ મિટિંગ ઇન્ડિયન યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના નેશનલ પ્રેસિડેન્ટ કે.કે શાસ્ત્રીજી ની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લાના યુથ કોંગ્રેસ પ્રભારી ડો. જગદીશભાઈ તેમજ ગીર સોમનાથ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અભયભાઈ જોટવા, કોળી સમાજ વેરાવળ ના પ્રમુખ ધર્મેન્દ્ર ભાઈ મેર, ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના કમિટી સભ્ય, દ્વારકા મોરબી યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રભારી પ્રેમ ભાઈ ગઢિયા, સોમનાથ વિધાનસભા યુથ કોંગ્રેસ ના પ્રમુખ રાકેશભાઈ ચુડાસમા, સોમનાથ વિધાનસભા સોશિયલ મીડિયા ના પ્રમુખ ચંદ્રેશભાઈ માલમ, વેરાવળ પાટણ શહેર યુથ કોંગ્રેસ ના પ્રમુખ રવીભાઈ શાહ, વેરાવળ પાટણ શહેર યુથ કોંગ્રેસ ના મહામંત્રી સઈદભાઈ મહીડા, વેરાવળ પાટણ શહેર યુથ કોંગ્રેસ ના મંત્રી ભરતભાઈ ચારીયા જોડાયા હતા. અને ખાત્રી આપી હતી કે ગીર સોમનાથ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ને વધું મા વધું મજબૂત કરશું ને વધું મા વધું લોકો યુથ કોંગ્રેસ મા જોડાય એવા પ્રયાસો કરશું.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ