છોટાઉદેપુર પોલીસ દ્વારા બોડેલીમાં બનેલ દુષ્કર્મની ઘટનાના આરોપીઓની ધરપકડ

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે યુવતીને ફેસબૂક પર બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચરનાર યુવકને છોટાઉદેપુર એલ.સી.બી તેમજ એસ.ઓ.જી શાખાએ ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડતા મોટી સફળતા પ્રાપ્ત કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ટાઉન વિસ્તારમાં રહેતી એક યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ધ્રુવનાયણ નામના યુવક દ્વારા યુવતીને ફેસબૂક પર મિત્રતા કેળવી ધાક-ધમકી આપી પોતાના ઘરે બોલાવીને ઘરના ઉપરના માળે લઈ ગયો હતો. એ પછી રૂમનો દરવાજો બંધ કરીને બ્લેકમેઈલ કરવાની ધાકધમકી આપી બળજબરીથી યુવતીની મરજી વિરુદ્ધ દબાણપૂર્વક બળાત્કાર કરી તેનો વીડિયો બનાવીને ફેસબૂક પર વાયરલ કરી…

Read More

રાજકોટ શહેરના પૂર્વ ડે.મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાથી નિધન

હિન્દ ન્યૂઝ, રાજકોટ,                        તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખા વસોયાનું અવસાન થયું છે. કોરોનાને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભીખા વસોયાના મોત બાદ ભાજપમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા ૧૦ દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

‘આદર્શ નિવાસી શાળા’ રાજપીપલા ખાતે આદિજાતિ વિકાસ કચેરી (આશ્રમશાળા) દ્વારા ‘રોસ્ટર રજીસ્ટર’ વિશે માર્ગદર્શન બેઠકનુ આયોજન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા તા. 8/10/2020 ના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ગરાસિયા ના માર્ગદશૅન હેઠળ ભરુચ/નૅમદા જીલ્લા ના આશ્રમ શાળાના સંચાલકો અને આચાર્યો ને રોસ્ટર રજીસ્ટર ની વિગતો અંગે અેક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું. જેમા મદદનીશ આશ્રમ શાળા અધિકારી મહેશભાઈ પટેલ તથા દિનેશભાઈ પટેલ તથા સંચાલક મહેશભાઈ પટેલ દ્વારા વિવિધ સંચાલક મંડળના પ્રતિનિધિઅો તેમજ આચાર્ય ઓ ને સામાન્ય વહીવટ વિભાગ ના વિકંલાગ વ્યક્તિઆેની સીધી ભરતી અંગેનુ રોસ્ટર રજીસ્ટર ની વિગતે ઉડાણ પૂવૅક સમજૂતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં આદર્શ નિવાસી શાળાના આચાર્ય માછી તથા ભરૂચ /નમૅદા જીલ્લાની આશ્રમશાળાના આચાયૅ ઉપસ્થિત રહ્યાં…

Read More

વિરમગામ સેવા સદન ખાતે અનુસૂચિત જાતિ હીત રક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર પાઠવ્યા બાદ ધરણા કાર્યક્રમ પર બેસવા જતા તમામ આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત

હિન્દ ન્યૂઝ, વિરમગામ, વિરમગામ સેવા સદન ખાતે અનુસૂચિત જાતિ હીત રક્ષક સમિતિ દ્વારા કચ્છના દેવજીભાઈ મહેશ્વરી તથા ઉત્તર પ્રદેશના હથરસ માં મનિષાબેન ની ગેંગરેપ તેમજ કરુણ હત્યા મામલે વિરમગામ માંડલ તેમજ દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિ ના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને વિરમગામ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ત્યાર બાદ ધરણા કાર્યક્રમ પર બેસવા જતા તમામ આગેવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રિપોર્ટર : નસીબખાન મલેક, વિરમગામ

Read More

ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલય નો શુભારંભ

હિન્દ ન્યૂઝ, ગઢડા,                                  આગામી દિવસોમાં 106 ગઢડા વિધાનસભા ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગઢડા ખાતે મધ્યસ્થ કાર્યાલય નું શુભારંભ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા  મંત્રી વિભાવરીબેન દવે, મહુવાના ધારાસભ્ય આર.સી ભાઈ મકવાણા, ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, પાલિતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારેયા, માજી કેબીનેટ મંત્રી આત્મારામભાઈ પરમાર, ભાવનગર જિલ્લા ભાજપ ના અધ્યક્ષ મહેન્દસિહ સરવૈયા, બોટાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશભાઈ ગોધાણી, ભાવનગર…

Read More

રાજકોટ ના S.O.G ટીમે જાગનાથ પ્લોટમાંથી વોર્ડ.નં.3 ના કોંગી નગરસેવકના ભત્રીજાને દારૂની ૧૨ બોટલ સાથે દબોચી લીધેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અસલમ અંસારી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન અજયભાઇ શુકલા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સોનાબેન મુળીયા, ઝહીરભાઈ ખફીક, અનિલસિંહ ગોહિલને સાથે રાખીને જાગનાથ પ્લોટમાં નંદવિહાર નામના મકાનમાં દરોડો પાડી સિંધી કોલોનીમાં રહેતા કિશનભાઇ ટેકચંદ આસવાણી નામના શખ્સને ૪૮૦૦ રૂપિયાની દારૂની ૧૨ બોટલ સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ બુટલેગર વોર્ડ.નં.3 ના કોંગી કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આગળની તપાસ હાથ ધરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તરામાં ડિજિટલ સેવા ચાલુ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, રાધનપુર, રાધનપુર તાલુકાના નજુપુરા ગામે ડિજિટલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામ લોકો ને ગ્રામ પંચાયત મા સોગન્દમાનું, આવક જાવક, જાતિના, વિધવા સાહયક અને 7 12 8 અ ના ઉતારા તેમજ 20 થી વધુ સરકારી સહાય યોજનાનો લાભ, ગ્રામપંચાયત કક્ષાએ સરળતાએ મળી રહેશે. જેમાં ગામ લોકોને તાલુકાના ધકા ખાવા નહીં પડે. નજુપુરા સરપચ જણાવ્યું કે ડિજિટલ સેવા ચાલુ કરવામાં આવી. જેના કારણને ગ્રામજનોને રાધનપુર ના ધકા ખાવા નહિ પડે. રિપોર્ટર : બાબુભાઈ પરમાર, રાધનપુર

Read More

રાધનપુર હિન્દૂ યુવા સંગઠન દ્વારા લવ જેહાદ થયેલ અંગેનું રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાધનપુર, રાધનપુર તાલુકા ના સરકારપુરા ગામે ૧૬ જુલાઈ ના રોજ લવ જેહાદ ઘટના બની ગયેલ હતી. જે રાધનપુર નાગોરીવાસ વિસ્તારમાં રહેતા દીવાન ઇરફાન ઇસ્માઇલ એ રાધનપુર ના સરકારપુરા ગામની હિન્દૂ સાધુ સમાજ ની દીકરી ધરતીબેન દિનેશ ભાઈ સાધુ ની દીકરી ભગાડી લઇ જઈને લવ જેહાદ ભોગ બનાવીને દીકરીને ફસાવીને ભગાડી જતા સમગ્ર સાધુ સમાજ હિન્દૂ યુવા સંગઠન રોષે ભરાયેલ ઉગ્ર બનેલ. આ લવ જેહાદ ની ઘટનાને ત્રણ મહિના જેવો ટાઈમ વીતી ગયો. છતાં પોલીસ કે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયેલ નથી. જો હિન્દૂ દીકરી ને પરત નહિ લવાય…

Read More

દિયોદર કોટડા(ફો) ગામે દબાણ દૂર કરવા ગયેલ અધિકારી નો કાફલો વિના મોઢે પરત ફર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના કોટડા(ફો) ગામે અગાવું પડેલ પ્લોટ ના બહાના તળે પ્લોટ ના માપ થી અને બીજી જગ્યા પર ખોટી રીતે દબાણ કરતા ગામ ના જાગૃત નાગરિક દ્વારા ત્રણ મહિના અગાવું દબાણ સ્વચ્છતા રીતે દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને દિયોદર તંત્ર ને લેખિત માં રજુઆત કરી હતી. જેમાં કોઈ નિર્ણય ના આવતા આખરે જાગૃત નાગરિક એ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર દિયોદર ને રજુઆત કરી હતી. જેમાં ત્રણ મહિના ની રજુઆત બાદ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા પંચાયત ની ટિમ પોલીસ બંદોબસ્ત…

Read More

દિયોદર ખાતે નશા બંધી સપ્તાહ દિન ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ખાતે આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે જિલ્લા નશા બંધી અધિકારી એન એ દેવાણી, તેમજ જિલ્લા નશા બંધી સુપરિટેન્ડ એસ પી વાઘેલા ના અધ્યક્ષ સાથે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવમાં આવ્યો હતો. જેમાં વર્તમાંન સમય લોકો દારૂ, ચરસ, બીડી, સિગરેટ, તમાકુ, ગુટખા, છીકણી, અફીણ,મેડિકલ માં મળતી નશાની ટિકડીઓ જેવા અનેક વ્યસન માણસ ને કેન્સર કે મોટી બીમારી ઓ નોતરે છે. જેને અટકાવવા માટે નશા બંધી મુક્તિ ના અમલીકરણ માટે નશાબંધી સપ્તાહ દિન ની ઉજવણી પૂર્ણાહુતિ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયત…

Read More