દિયોદર કોટડા(ફો) ગામે દબાણ દૂર કરવા ગયેલ અધિકારી નો કાફલો વિના મોઢે પરત ફર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર તાલુકા ના કોટડા(ફો) ગામે અગાવું પડેલ પ્લોટ ના બહાના તળે પ્લોટ ના માપ થી અને બીજી જગ્યા પર ખોટી રીતે દબાણ કરતા ગામ ના જાગૃત નાગરિક દ્વારા ત્રણ મહિના અગાવું દબાણ સ્વચ્છતા રીતે દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને દિયોદર તંત્ર ને લેખિત માં રજુઆત કરી હતી. જેમાં કોઈ નિર્ણય ના આવતા આખરે જાગૃત નાગરિક એ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર દિયોદર ને રજુઆત કરી હતી. જેમાં ત્રણ મહિના ની રજુઆત બાદ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવતા આજે દિયોદર તાલુકા પંચાયત ની ટિમ પોલીસ બંદોબસ્ત સાથે કોટડા(ફો) ગામે દબાણ દૂર કરવા પોહચી હતી. જેમાં પંચાયત દ્વારા જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે અરજદારે પણ પોતાની સનદ નો આધાર પુરાવો રજૂ કર્યો હતો. જો કે તપાસ માં આવેલ આંકડા અધિકારી દિયોદર મહેન્દ્ર પટેલ દ્વારા લે આઉટ પ્લાન ની ગ્રામ પંચાયત પાસે માગણી કરતા ગ્રામ પંચાયત દ્વારા લે આઉટ પ્લાન ના હોવાનું રટણ કર્યું હતું. જેમાં ગ્રામ પંચાયત માં સતત બે કલાક સુધી આ મામલો ચર્ચા નો વિષય રહો હતો, જો કે આ બાબતે જાગૃત નાગરિક બારોટ નાગજીભાઈ એ જણાવેલ કે મારા પ્લોટ પર ખોટી રીતે દબાણ કર્યું છે. હું છેલ્લા ત્રણ મહિના થી મારી રજુઆત દિયોદર તાલુકા પંચાયત ને કરું છું. આજે તાલુકા પંચાયત ની ટિમ આવી છે પરંતુ કોઈ પ્રશ્ન નું નિવારણ આવતું નથી. અમારી પાસે લે આઉટ પ્લાન ની માગણી કરે છે. જે ગ્રામ પંચાયત પાસે ના હોવાથી અમો શુ કરીએ ? અમો એ અમારા પુરાવા રજૂ કર્યા છે. હવે યોગ્ય નિર્ણય નહીં આવે તો અમો હાઇકોર્ટ ના દ્વાર ખખડાવી શુ…. તેવી ચીમકી પણ આપી હતી. જો કે મીડિયા દ્વારા આવેલ આંકડા અધિકારી મહેન્દ્ર પટેલ ને આ બાબતે પૂછતાં તપાસ નો રિપોર્ટ તાલુકા પંચાયત ખાતે રજૂ કરવાનું જણાવ્યું હતું, ત્યારે કોટડા (ફો) ગામે દબાણ નો પ્રશ્ન ફરી એક વખત ગામ ચર્ચા માં હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment