ખંભાળિયામાં રોબિન હૂડ આર્મી દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને કીટ વિતરણ

હિન્દ ન્યુઝ, ખંભાળિયા

સેવા સંસ્થા રોબિન હૂડ આર્મી દ્વારા વિશ્વના અનેક દેશોમાં હાથ ધરવામાં આવેલી ફુડ ડ્રાઈવમાં ભૂખ્યા લોકો ભોજન મેળવી રહ્યા છે. ત્યારે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે તાજેતરમાં રોબિન હૂડ આર્મી અને ગુગલ – મે ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત અને ભારતના અનેક શહેરોમાં જરુરીયાતમંદ લોકોને એક મહિનો ચાલે એવી ઉચ્ચ ગુણવત્તાવાળી રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું . કોરોનાની વૈશ્વિક મહામારીના કપરા સમયગાળામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. લોકોની સામાજીક અને આર્થિક પરિસ્થિતિને ખૂબ મોટી અસર થઈ છે. ત્યારે આ પરિવારોને ફુલનીપાંખડી રુપે મદદ કરવાની ભાવના સાથે ગુગલ – પે દ્વારા એક કરોડ પરિવારોને રાશન પુરું પાડવા ઈં ભકિય ( આઈ કેર ) કેમ્પેઈનની પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. આ માટે રોબીન હુડ આર્મી દ્વારા ગુજરાત , મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા સાથે અન્ય ૨૯ શહેરોના ૨.૫ મિલિયન લોકોને આ ઐતિહાસિક મદદ પુરી પાડી છે. રોબીન હુડ આર્મીની નાના શહેરો અને નવા કેડેટને પણ આ સેવાનો અવસર મળે તે હેતુથી જામનગર રોબીન હુડ આર્મી અને જિલ્લા જવાબદાર વિમલભાઈ ભટ્ટ (મામા) દ્વારા પોતાની આગવી જીવનશૈલી શેર એન્ડ કેરનો વિચાર સાર્થક કરતાં જામનગરની ટીમને મળેલી ૭૦૦ કીટમાંથી ૨૦૦ થી વધુ કીટો ખંભાળિયા, ભાણવડ, ભાટિયા અને બોટાદ ટીમને મોકલી સમગ્ર ગુજરાતની રોબીન હુડ આર્મી ટીમોને એક પ્રેરણાનું ઝરણું પુરું પાડ્યું હતું. ખંભાળિયામાં સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહેતા ટીમના વિકીભાઈ ઘાણીએ આ કીટ જરૂરિયાતમંદ લોકોને પહોંચે તે રીતે નકકર આયોજન હાથ ધર્યુ હતું. જેમાં જુદા જુદા વિસ્તારના ૬૦ જેટલા વિધવા તથા નિરાધાર વૃદ્ધને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃતિના પાયાના પથ્થર એવા વિમલભાઈ ભટ્ટને સેન્ટ્રલ ટીમ તરફથી ઓલ ગુજરાત એકસપાન્ડ કમિટીમાં મુખ્ય ભૂમિકા પ્રાપ્ત થયેલ છે. તે બદલ વિકિભાઈ રૂઘાણી તથા સમગ્ર ટીમના મનન કારીયા, અશોકભાઈ કાનાણી, લાલજીભાઈ ભુવા, હુસેનભાઇ તેમજ અન્ય સહયોગીઓએ સેવાઓ આપી સાથે અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Related posts

Leave a Comment