હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૩/૦૯/૨૦૨૦ થી તા.૦૭/૧૦/૨૦૨૦ (બંને દિવસો સહિત) શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર (અઢી ઇંચથી વધારે લાંબું છેડેથી અણીવાળું પાનું હોય) જેવા ચપ્પા તથા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી ચીજો લઇ જવાની કે અન્ય રીતે સ્વબચાવ સિવાય સાથે રાખીને…
Read MoreMonth: September 2020
છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ
હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આવેલી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવાસદનમાં આવેલી સરકારી કચેરીઓ, તાબાની પ્રાંત કચેરીઓ, તાલુકાની મામલતદાર કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી તેમજ જયાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના સરકારી કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વ્યાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપી લલચાવીને…
Read Moreગઢડા તાલુકાના ઢસા વીશી ગ્રામ પંચાયત મા દીનદયાળજી જન્મજ્યંતિ ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, ઢસા આજ રોજ પંડિત દીનદયાળજી ની જન્મજયંતિ નિમિતે ઢસા વીશી ગ્રામ પંચાયત ખાતે ઢસા જં વીશી ગ્રામ પંચાયત મા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ મા ઉપસ્થિત બોટાદ જિલ્લા ભાજપ મંત્રી કાળુભાઇ પાવરા, ગઢડા તાલુકા ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ (ઢસા જં. સરપંચ) ભરતભાઈ કટારીયા, ભંડારીયા સરપંચ વિક્રમસિંહ એન ગોલેતર બોટાદ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મંત્રી યુસુફભાઇ એસ આકબાણી ગઢડા તાલુકા લઘુમતી મોરચાના મહામંત્રી આસિફભાઇ રાવાણી અશરફભાઈ (નકુભાઇ) ભંડારીયા ના અનિલભાઈ ગોલેતર ઉપસરપંચ રમેશભાઈ પરમાર, ઢસા જં બુથ પ્રમુખ મનહરભાઈ ત્રિવેદી, કમલેશ ગઢવી, શાંતિભાઈ મેર, કમલેશભાઈ…
Read Moreજાલોઢા માણકી સિંગલ પટ્ટીપર ચાલકે બ્રેક મારતા ચાલકે ટ્રક પર કાબૂ ગુમાવતા સજાર્યો અકસ્માત
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકાના માણકી ગામ પાસે શુક્રવારે સવારે જાલોઢા માણકી સિંગલ પટી પર રેત ભરીને પસાર થઇ રહી ટ્રક સામે ટ્રેકટર આવી જતાં રેત ભરેલી ટ્રક પલ્ટી ખાઇ ગઇ હતી. ત્યારે ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ટ્રકને અકસ્માત ના કારણે વિવિધ ભાગોને નુકસાન થયું. રિપોર્ટર : ગંગારામ ચૌહાણ, દિયોદર
Read Moreરાજકોટ શહેરના પોલીસે કોરોના વાયરલથી મોતને ભેટેલા ૨ જવાનને આપી શ્રધ્ધાંજલી
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ વડોદરા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા A.S.I અરવિંદભાઈ કાશીનાથ થોરાટ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશકુમાર રાવસ્વરૂમ કોલીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ બંને કોરોના વોરિયર્સનું ગત તારીખ.૨૧ના રોજ તેઓનું દુ:ખદ નિધન થતા પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. તેઓની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ભાવના સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, G.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણા, A.C.P, P.I, P.S.I સહિતના સ્ટાફે પોલીસ કમિશ્નર કચેરી ખાતે બે મિનિટ મૌન પાડી…
Read Moreથરાદ પોલીસ સ્ટેશનની હદના પીલુડા ગામની સીમમાંથી બોલેરો ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી આર.આર.સેલ સરહદી રેન્જ ભુજ
હિન્દ ન્યૂઝ, થરાદ, IGP જે.આર.મોરથલીયા સા.સરહદી રેન્જ ભુજ કચ્છ માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભુજ સાયબર સેલના પો.ઇન્સ બી.એસ.સુથાર તથા આર.આર.સેલના પો.સ.ઇ પી.કે ઝાલા નાઓની દારૂ તથા જુગારની ગે.કા. કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા તેમની સુચના તથા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ સરહદી રેન્જ કચ્છ ભુજના અ.હેડ.કોન્સ ભુરાજી નાગજી તથા આ.પો.કોન્સ પ્રકાશચંદ્ર અમૃતલાલ તથા અ.પો.કો અમરતભાઇ હાથીભાઇ નાઓ થરાદ પો.સ્ટેના પીલુડા હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે પીલુડા તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી શંકાશ્પદ હાલતમાં આવી રહેલ છે. જે હકીકત આધારે વોચમાં…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત, ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૨૪, કોરોના વાયરસના સંક્રમણ દર્દીઓને સારવાર મળી રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં ૫ કોવિડ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ખાનગી કોવિડ હોસ્પિટલ-૪ અને સરકારી હોસ્પિટલ-૧ તેમજ ૬૦ બેડની કોવિડ કેર સેન્ટર સોમનાથ ખાતે કાર્યરત છે. સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે ૧૦૦ બેડની ઓક્સીજન સાથે 27 બેડ આઈસીયુ બેડ વેન્ટીલેટર સાથે કાર્યરત છે. જ્યારે ખાનગી હોસ્પિટલમા આદિત્ય બિરલા હોસ્પિટલ વેરાવળ ખાતે -૩૦ બેડ ઓક્સીજન સાથે ૬ બેડ આઈસીયુ સાથે અને ૪ વેન્ટીલેટર ઉપલબ્ધ છે. શ્રીજી હોસ્પિટલ વેરાવળ ખાતે ૨૧ બેડ જેમા ૧૯ બેડ ઓક્સીજન સાથે ૫…
Read Moreરાજકોટ શહેર સોરઠિયાવાડી સર્કલ પાસે બેન્ક ઓફ બરોડામાં બાથરૂમની બારી તોડી પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરવાના ઇરાદે વોન્ટેડ શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડેલ છે
હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર આવેલ ફિલ્ડમાર્શલ કારખાનામાં ત્રાટકે તે પૂર્વે રવિ કૌશિકભાઈ ચૌહાણ, અનિલ જયંતીભાઈ તાવીયા, વિશાલ કાબાભાઈ ધલવાણીયા અને રાહુલ રમેશભાઈ તાવીયાને દબોચી લીધા હતા. રવિ ચૌહાણ અને વિશાલ સાથે બેન્ક ઓફ બરોડામાં ચોરી કરવાના પ્રયાસમાં વિછિયાના ઓરી ગામનો દિપક બુધાભાઈ સરવૈયા સંડોવાયેલ હોય. તેને ઝડપી પાડવાની સૂચના અન્વયે D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન જયંતીભાઈ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ગઢવી, સી.એમ.ચાવડા, સંતોષભાઈ મોરી, અશોકભાઈ ડાંગર, ઇંદ્રજીતસિંહ ગોહિલ અને…
Read Moreવડોદરાના ઉત્તર-પૂર્વ ઝોનમાં આજે રાત્રે 10થી કાલે સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ
હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરા શહેરના ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં ગેસ વિભાગ દ્વારા અપગ્રેડેશનની કામગીરી કરવાની હોવાથી આજે 24 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યાથી આવતીકાલે 25 સપ્ટેમ્બર સવારે 7 વાગ્યા સુધી ગેસ પુરવઠો બંધ રહેશે. હરણી એરપોર્ટ સર્કલ પાસે ડીઆરએસ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાનાર હોવાથી પાઇપલાઇનથી ગેસ મેળવતા ઉત્તર ઝોનના હરણી, વીઆઈપી રોડ, ન્યૂ વીઆઇપી રોડ, ખોડિયાર નગર તેમજ આસપાસનો વિસ્તાર, સરદાર એસ્ટેટ, સમા, નિઝામપુરા, ટીપી 13 સહિતના વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેશે. જ્યારે પૂર્વ ઝોનમાં આવેલા આજવા રોડ, વાઘોડિયા રોડ, સોમા તળાવ, ડભોઇ રોડ, વાડી મહંમદ તળાવ પછીના સમગ્ર વિસ્તારમાં…
Read Moreસિદ્ધપુર મા તાલુકા પંચાયત ના હોલ મા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર, સિદ્ધપુર ખાતે ગુજરાત સરકાર ના પરિપત્ર મુજબ પોષણ માસ 2020 અંતર્ગત એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે જેમાં આજ રોજ સિદ્ધપુર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોરોનાની મહામારી ને ધ્યાન માં રાખી સોશીયલ ડિસ્ટન્સ રાખી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહેનો ને કોરોના ની સાવચેતી રાખવાની બાબતો વિશે માહિતી આપી અને લોકો ને ડરવાની જરુર નથી સાવચેતી રાખવાની સાથે બાળકો ને પોષણ માટે ની માહિતી આપી અને ત્રિવેણી સંગમ ના ભાગરૂપે વ્હાલી દીકરી યોજના અંતર્ગત બેબિકિટ. વિતરણ વાલી દીકરી ના હુકમ નું વિતરણ તથા…
Read More