ગુજરાતી ફિલ્મના હીરો માફક ટોળકીએ ઘાતક હથિયારો સાથે ત્રાટકી ચોકીદારને બંદૂક દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી….

હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેર માં ગુજરાતી ફિલ્મના હીરો તરીકેની ઓળખ આપતો કુખ્યાત જયેશ ઠાકોર, તેના પિતા હંસરાજભાઇ ઠાકોર, મિત્ર હર્ષદ આહીર, મોનલ પટેલ અને જયેશ પટેલનો ભાઈ જેનું નામ નથી આવડતું. આ સહીત અંદાજે ૨૫ શખ્સોની ગેંગ ઘાતક હથિયારો સાથે ધસી આવી હતી. અને ચોકીદાર કામદેવભાઈને બંદૂક અને છરી ગળે રાખી ડરાવી ધમકાવીને તું પણ રાજકોટ મૂકીને જતો રહે અને તારા પરિવારને પણ રાજકોટ છોડી જવાની ધમકી આપી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ કામદેવભાઈ ગભરાઈ ગયા હતા. અને આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી હાથ ધોઈ નાખવામાં આવશે. અને…

Read More

ખેડબ્રહ્મા માં સ્ટેશન વિસ્તારમાં આવેલ શુભાષ પોળ માં ગંદકી નો ખડકલો

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આવેલી સુભાશ પોળ માં ગટર ઉભરાય છે અને ગટર નું પાણી રોડ ઉપરનિકલે છે. આજુબાજુ ના રહેતા લોકો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તેમજ રોડ પર પાણી ભરાઈ જાય છે અને પાણી માં મોટા મોટા મચ્છર જોવા મળે છે. આજુબાજુ માં રહેતા નાના નાના ભૂલકાં રમવા નીકળે છે. ત્યારે તેમને મચ્છર કરડે છે અને મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારી નો સામનો કરવો પડે છે. ત્યાંના રહેવાસી પ્રમાણે પૈસા નથી જ્યારે હોસ્પિટલ નો ખર્ચો મોંઘો પડે છે. જ્યારે અત્યારે ધંધા નથી.કોરોના ના…

Read More

ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપટે

જેતપુર, જેતપુર-જામકંડોરણા વિધાનસભા સીટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જયેશભાઇ રાદડીયાએ ટ્વિટ્ટર પર ટ્વિટ્ કરી કોરોનાના પોઝિટિવ રિપોર્ટ અંગે માહિતી આપી અને સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા માટે વિનંતિ કરી હાલ જયેશભાઈ રાદડીયા પોતાના ઘરે જ આઇસોલેટ થયાં છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

દિયોદર ના ડુચકવાડા ગામે બનાસ બેંક દ્વારા ATM ખુલ્લું મુકવામાં આવ્યું

દિયોદર, બનાસ બેંક દ્વારા ગ્રામીણ વિસ્તાર માં અનેક જગ્યા પર એ ટી એમ ખુલ્લા મુકવામાં આવી રહા છે. જેમાં આપણી બેંક બનાસ બેંક પાલનપુર ની દિયોદર ના ડુચકવાડા શાખા માં આજુબાજુ ના 10 થી 15 ગામો ના નાગરિકો ની સુવિધા તેમજ બેંક ના ગ્રાહકો ની સુવિધા માટે આધુનિક યુગ માં ડીઝીટલ ઇન્ડિયા ને સાકાર કરવા આજરોજ ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી પટેલ ના અધ્યક્ષ સ્થાને અને તેમની હસ્તે નવું એ ટી એમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધ મંડળી ના ચેરમેન રગનાથભાઈ એન પટેલ, જગદીશભાઈ પટેલ, ભાજપ મહામંત્રી રામેશ્વરભાઈ જોષી,…

Read More

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાય

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લાતમાં તા.૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોઇ, નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૫૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૫૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને,…

Read More

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામ ના એક ખેડૂત સાથે રૂપિયા ૨૪.૮૦.૦૦૦/- લાખ ની છેતરપીંડી થયાની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

હિન્દ ન્યૂઝ, અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના એક ખેડૂત ના ઘરે 10 માસ પહેલા ત્રણ અજાણી વ્યક્તિ આવ્યા હતા. જેને ભગવા કલરના કપડાં પહેર્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પોતાનું નામ વઘાસીયા બાપુ ધારણ કર્યું હતું. તે લોકો કચ્છ થી ચાલીને જુનાગઢ જતા હોય તેવું જણાવેલ ખેડૂતના પત્નીના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપી ખેડૂતને કહેલ કે તારા ઘરમાં ખૂબ જ સંકટ છે, તારા પત્ની બીમાર રહે છે અને તારા માથે ખૂબ જ દેણું વધી ગયેલ છે, તારી જમીન માં કંઈક મેલું છે, તેવું કહી ઘરમાં સુખ-શાંતિ લાવવા માતાજી…

Read More

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ આજથી શરૂ થઇ છે. જે ફલાઇટ આજરોજ સવારે મુંબઇ-રાજકોટ આવી પહોંચતા પ્રથમ ફલાઇટનું સ્વાગત કરાયુ હતુ. રાજકોટ-મુંબઇ વચ્ચે નવી ફલાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓને રાજકોટ-મુંબઇ આવક જાવકમાં સરળતા રહેશે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટ ફરી થઇ છે. આ ફલાઇટ આજથી સોમવાર-ગુરુવાર-શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તે મુજબ આ ફલાઇટ મુંબઇ થી સવારે ૮:૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. તેમજ ભાવનગર થી ૧૦:૩૫ કલાકે ઉપડી…

Read More

રાજકોટ શહેરનાં ભાજપ અગ્રણીની હત્યા પ્રકરણમાં હત્યારાઓના ઘરે સામાન લેવા ગયેલા પરિવાર ઉપર મૃતક ભાજપ અગ્રણીના પરિવારે પથ્થરમારો કર્યો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં દુધસાગર રોડ ઉપર આવેલી લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા રેશ્માબેન વસીમભાઈ ઉર્ફે ચકો ખૈબર નામની મહિલાએ રાજુ ગફાર મોદન, ટાઈગર રિક્ષાવાળો અને એઝાઝ હનીફભાઈ પાયક સહિત ૧૦ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, અગાઉ નજીવા પ્રશ્ર્ને પાડોશમાં રહેતા આરીફ ચાવડા સાથે થયેલી મારામારીમાં આરીફ ચાવડાનું સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યામાં સંડોવાયેલા પતિ સહિતનાની ધરપકડ બાદ પરિવાર અન્ય સ્થળે રહેવા ચાલ્યો ગયો હતો. બાદમાં આરોપી વસીમ ખૈબરની પત્નિ રેશ્માબેન સહિતના રિક્ષા લઈ પોતાના ઘરે જઈ પોતાનો સામાન…

Read More

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૨ દુકાનો સીલ કરવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રસિકભાઈ ચેવડાવાળા, (પંચનાથ) અને ગોપાલ બ્રધર્સ, (જયુબેલી ચોક) દુકાનોનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવર-જવર કરતા ૧૩ વ્યક્તિઓ પાસેથી દંડ…

Read More

વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજય નગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત મ્યુન્સીપલ કમિશનરને રજુઆત

હિન્દ ન્યૂઝ, વડોદરા વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજયનગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત સંજયનગરના રહીશો સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સાથે નવા મ્યુન્સીપલ કમિશનરને રજુઆત કરી હતી. આજે એકત્ર થયેલા લાભાર્થીઓએ બેનરો પ્રદર્શિત કર્યા હતા અને એક કાર્યકરે ઉઘાડા શરીર પર ચામડાંનાં પટ્ટાથી સ્વયં માર ખાધો હતો. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, બરોડા

Read More