ખેડબ્રહ્મા માં સ્ટેશન વિસ્તારમાં આવેલ શુભાષ પોળ માં ગંદકી નો ખડકલો

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા,

ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આવેલી સુભાશ પોળ માં ગટર ઉભરાય છે અને ગટર નું પાણી રોડ ઉપરનિકલે છે. આજુબાજુ ના રહેતા લોકો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડે છે. તેમજ રોડ પર પાણી ભરાઈ જાય છે અને પાણી માં મોટા મોટા મચ્છર જોવા મળે છે. આજુબાજુ માં રહેતા નાના નાના ભૂલકાં રમવા નીકળે છે. ત્યારે તેમને મચ્છર કરડે છે અને મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારી નો સામનો કરવો પડે છે. ત્યાંના રહેવાસી પ્રમાણે પૈસા નથી જ્યારે હોસ્પિટલ નો ખર્ચો મોંઘો પડે છે.

જ્યારે અત્યારે ધંધા નથી.કોરોના ના કારણે અને અત્યારે તો હોસ્પિટલ જવા માં પણ બીક લાગે છે. જ્યારે નગરપાલિકા માંથી અત્યાર સુધી ના તો કોઈ દવા નો છટકાવ કે કોઈ ગટર ઉભરાય છે તે જોવા પણ કોઈ આવ્યું નથી તેથી નગરપાલિકા ઉપર અનેક સવાલો ઉભા થયા છે જ્યારે બજાર સફાઈ થાય છે. ત્યારે આ વિસ્તારમાં કેમ નઈ સફાઈ જ્યારે આ વિસ્તાર પણ બજાર માં પડે છે. તો શું નગરપાલિકા આ વિસ્તાર ની સફાઈ કરશે ?

રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Related posts

Leave a Comment