ઇન્ડિયન રિપોર્ટર એસોસીયેશન દ્વારા ૧૦૦૦ કરિયાણા કિટનું ફ્રી માં વિતરણ ટુક સમય માં કરાશે

હાલમાં કોરોના વાયરસની મહામારી ના કારણે મધ્યમ અને ગરીબ વર્ગને આભ ફાટી નીકળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઇન્ડિયન રિપોર્ટર એસોિયેશન દ્વારા ૧૦૦૦ (એક હજાર) હિન્દુ , મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ પણ જાતી ના જરૂરિયાતમંદ પરિવારોને ફ્રી માં કરિયાણા ની કીટ પહોંચાડવામાં આવશે. જેમાં ૧૦ કિલો ધઉ, ૨ કિલો ચોખા, ૨ કિલો તુવર દાળ, ૨ કિલો મગ દાળ, ૨ કિલો ખાંડ, ૩ લીટર તેલ, ૧૦ નંગ સાબુ, ૨૫૦ ગ્રામ ચા હશે. જે પણ જરૂરિયાતમંદ હોય તે ઇન્ડિયન એસોિયેશનના ગુજરાત રાજ્ય ના પ્રમુખ મહેશભાઈ પટેલના ૯૫૩૭૧૭૮૪૦૦ મોબાઈલ નંબર પર સંપર્ક…

Read More

રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા ઉકાળા નું વિતરણ કરતા : વશરામભાઈ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડ નં-૧૫ માં કોરોના વાઈરસનુ સંક્રમણ વધતા તા.૨૩/૦૭/૨૦૨૦ ગુરૂવાર ના રોજ નવા થોરાળા રામનગર વિસ્તારમાં કોરોના કેસ પોઝિટિવ આવતા સ્થાનિક લોકોને વશરામભાઇ સાગઠીયા (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા/વોર્ડનં.-૧૫ કોંગ્રેસ કોર્પોરેટર) દ્વારા ઉકાળો વિતરણ કરવામાં આવેલ. આ તકે વશરામભાઇ ચાંડપા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, ગીરીશભાઈ વાણી, યાઆરીફ પઠાન, પ્રવીણ પરમાર,  કામીલ ઓડીયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

જોડિયા ગામે “રિટેઇલ માર્ટ” નામની એક શોપ સખી મંડળ દ્વારા શરૂઆત કરવામાં આવી

જોડિયા , જોડિયા તાલુકા પંચાયત ” મિશન મંગલમ ” યોજના હેઠળ” શક્તિ સખી મંડળ ” જોડિયા દ્વારા “રિટેઇલ માર્ટ ” શરૂ કરવામાં આવી છે. સદરહુ રિટેઇલ માર્ટ નું ઉદ્દઘાટન  જે. એચ.સોરઠીયા. જોડિયા તાલુકા વિકાસ અધિકારી ના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ સમયે (PMAY) ના ઈજનેર કમલભાઈ ભીમાણી, નાયબ હિસાબનીશ અશ્વિનભાઇ ભીમાણી, તાલુકા લાઇવલીહૂડ મેનેજર હિરલબેન મારવણીયા અને ક્રિષ્નાબેન ભટ્ટ તથા સખી મંડળ ના પ્રમુખ શ્રી નયનાબેન કાવર સખી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. આ શોપમાં સ્ટેશનરી ની તમામ આઈટમ સરકાર ના નિયમ મુજબના ભાવથી વહેંચણી કરવામાં આવશે. તેમ મંડળના…

Read More

જેતપુરમાં સિટી પોલીસ મથકે કમાન્ડ કંટ્રોલ સેન્ટર નું ઉદ્ધાટન કરવામાં આવ્યું

જેતપુર, રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમજ જેતપુર સિટી પોલીસ તેમજ લોક ભાગીદારીથી સ્થાપિત જેટ આઈ તથા કમાન્ડ કંટ્રોલ સેન્ટર નું જેતપુર સિટી પોલીસ મથકે લોકાર્પણ સમારોહ યોજાયો જેતપુર શહેર માં 48 પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગવામાં આવ્યા અને સિટી પોલીસ સ્ટેશન માં જેટ આઈ રૂમ બનાવામાં આવ્યો છે , જેથી પોલીસ ની બાજનઝર સિટી ઉપર રહે છે. જેમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ ના સંદીપ સિંહ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક તેમજ ની હાજરીમાં કરાયું ઉદ્ઘાટન રિપોર્ટર :  વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

રાજકોટ શહેર વેપારી પાસે રૂ.૩ લાખનો તોડ કરવા આવેલા બોગસ પત્રકાર દંપતિની સાથે સંડોવાયેલા વધુ બે પકડાયા

રાજકોટ, રાજકોટ શહેર કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને કોર્પોરેશનમાં પ્રેસમાં ન હોવા છતાં પ્રેસના નામના બોગસ કાર્ડ બનાવી ફરી રહ્યા છે. અને કેટલાય અધિકારી અને કર્મચારી પાસે પોતાના અંગત કામ કરાવતા હોવાથી યુ-ટયુબ ચેનલના નામે ફરી રહેલા પત્રકારોના દુષણને ડામવા તંત્ર માટે જરૂરી બન્યું છે. ત્યારે બી.ડિવિઝન પોલીસે બોગસ પત્રકાર દંપત્તી સહિત ચારની ધરપકડ કરતા બની બેઠેલા પત્રકારોમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે તેની પાસેથી કબ્જે કરેલું પત્રકારનું કાર્ડ કયાંથી મેળવ્યું અને તેની સાથે અન્ય કોઇ સંડોવાયું છે. કે કેમ તેમજ આ રીતે અન્ય કોઇ પાસેથી તોડ કર્યો છે…

Read More

રાજકોટ શહેર મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક ઉભો કરવામાં આવશે

રાજકોટ,   રાજકોટ શહેર રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક બનાવવા માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. આ માટે ૨૬૦ એકર જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી હોવાની કલેકટરના સૂત્રોએ જણાવ્યું છે. સાત હનુમાન મંદિર પાછળ આવેલ નાગલપર ગામના સરકારી ખરાબાની ૨૬૦ એકર જમીનમાં મેડીકલ પાર્ક બનાવવા માટે રાજ્ય સરકારે લીલીઝંડી આપી દીધી છે. આ માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને G.I.D.C ને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં સૌપ્રથમ મેડીકલ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે રાજકોટની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ મેડીકલનું હબ બને તે માટે રાજ્યનો સૌપ્રથમ મેડીકલ પાર્ક…

Read More