રાજકોટ,
રાજકોટ શહેર કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને કોર્પોરેશનમાં પ્રેસમાં ન હોવા છતાં પ્રેસના નામના બોગસ કાર્ડ બનાવી ફરી રહ્યા છે. અને કેટલાય અધિકારી અને કર્મચારી પાસે પોતાના અંગત કામ કરાવતા હોવાથી યુ-ટયુબ ચેનલના નામે ફરી રહેલા પત્રકારોના દુષણને ડામવા તંત્ર માટે જરૂરી બન્યું છે. ત્યારે બી.ડિવિઝન પોલીસે બોગસ પત્રકાર દંપત્તી સહિત ચારની ધરપકડ કરતા બની બેઠેલા પત્રકારોમાં ફફડાટ મચી ગયો છે. પોલીસે તેની પાસેથી કબ્જે કરેલું પત્રકારનું કાર્ડ કયાંથી મેળવ્યું અને તેની સાથે અન્ય કોઇ સંડોવાયું છે. કે કેમ તેમજ આ રીતે અન્ય કોઇ પાસેથી તોડ કર્યો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા ચારેયની પૂછપરછ માટે રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે. સંત કબીર રોડ પર પ્લાસ્ટીકના વેપારીને ડરાવી અને ધમકાવી રૂા.૩ લાખનો તોડ કરવાના ગુનામાં પોલીસે ભગવતીપરાના દંપત્તીની ધરપકડ કર્યા બાદ તેની સાથે સંડોવાયેલા રાજુ ગૌસ્વામી અને વિનોદ શ્રીમાળીની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ