ગોંડલ-વીરપુર ગામ એસ.ટી ડેપો. કોરોના વાયરસની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે રાઉન્ડ કરવામાં આવેલ છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ ગોંડલ વીરપુર ગામ એસ.ટી ડેપો માં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે જ્યાં પ્લેટફોર્મ ઉપર બસો ઉભી રહે છે. ત્યાં મુસાફરોને બસ ઉપર ચઢવામાં ઉતરવામાં તકલીફ ન પડે તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્લેટફોર્મ ઉપર બસની બાજુમાં રાઉન્ડ કરવામાં આવેલ છે. સરકારશ્રીના આદેશ અનુસાર કોરોના વાયરસની મહામારી ના પગલે આજે વિરપુર ગામની અંદર એસ.ટી ડેપોમાં તકેદારીના પગલા એસ.ટી ડેપોના કર્મચારીઓ તેમજ ડેપો મેનેજર સુંદર કામગીરી બજાવેલ છે. એસ.ટી ડેપોની અંદર પાણી નું પરબ આવેલ છે. તેમજ દુકાનો, કેન્ટીન આવેલ છે. ત્યાં પણ માણસોની…

Read More

રાજકોટ શહેર હોટ સ્પોટ જાહેર કરાયેલા જંગલેશ્વર વિસ્તારમાં જતા અંદાજે ૨૦ થી ૩૦ કર્મચારીઓનું એક વખત પણ હેલ્થ ચેકઅપ કરાયું નથી

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ કોરોનાનાં પગલે લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. લોકોને કામ વગર બહાર ન નીકળવાની કડક સુચના હોય લોકો પોતાનાં ઘરે જ સમય પસાર કરે છે. માટે વીજળીની સપ્લાય ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘરે બેઠા લોકો વિજળી વગર અકળાઈ ઉઠતા હોય. P.G.V.C.L દ્વારા તમામ લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવાનો માસ્ટર પ્લાન તો ઘડી કાઢવામાં આવ્યો હતો. પરંતુ આ સાતત્યપૂર્ણ વિજ પુરવઠો પુરો પાડવા માટે જે સ્ટાફ દિવસ-રાત તનતોડ મહેનત કરે છે. તેઓની સુરક્ષા માટે કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવી નથી.…

Read More

પોલીસ કમિશનરનો આદેશ- રાજકોટમાં આજથી ફાકી, તમાકુ ખાનાર સામે કેસ થશે

રાજકોટ, રાજકોટ શહેર તા.૧.૫.૨૦૨૦ ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ.૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. લૉકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની કલમ.૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરશે. તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. રૂ.૧૨માં વેચાતી ફાકી રૂ.૫૦માં પણ વેચાઇ રહી છે. લૉકડાઉન જાહેર થયું તે દિવસથી આવશ્યક વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માટે દરેક શહેરમાં પોલીસ…

Read More

ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો 

ગુજરાતના સ્થાપના દિવસે પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જોડીયા દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇ સંકલ્પ કરાવ્યો 1. હું માસ્ક પહેરી ને જ ઘરની બહાર નીકળીશ. 2. સોશિયલ ડિસ્ટન્સ પાલન કરીશ. 3. હું દિવસ માં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઈશ કરીશ. ઉપર મુજબનો સંકલ્પ લેવા જોડિયા તાલુકાના તમામ નાગરિકોને આહવાન કરું છું. રિપોર્ટર : શરદ રાવલ  

Read More

મુન્દ્રા તાલુકા ના છેવાળા ઓના અંતરીયાળ વિસ્તારોમાં નિ:શુલ્ક ૫૦ જેટલી રાશન કિટ નો વિતરણ

મુન્દ્રા, આજ રોજ તા. ૩૦/૦૪/૨૦૨૦ ના કોરોના વાયરસ નાં કારણે સમગ્ર દેશ ભરમાં ચાલી રહેલા લોકડાઉન ની પરિસ્થિતિ માં અતી જરૂરિયાત મંદ પરિવારોને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મુન્દ્રા તાલુકા ટિમ તરફથી મુન્દ્રા તાલુકા ના છેવાળા ઓ ના અંતરીયાળ વિસ્તારોમાં નિ શુલ્ક ૫૦ જેટલી રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું. મુન્દ્રા તાલુકા ના ગામો લુણી મુન્દ્રા, રામાણીયા, મોટી તુમંડી, નાની તુમડી તથા બેરાજા ના અતી જરૂરિયાત મંદ પરિવારોને જેઓ રોજ કમાવી અને રોજ નું ગુજરાન ચલાવતા પરિવારો નેં નિ:શુલ્ક રાશન કિટ નો વિતરણ કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય મા…

Read More

રાજકોટ શહેર ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ પહોંચાડતું આશાપુરા કેટરીંગ

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોનાના કેરને મહાત આપવા હાલમાં વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનના નિયમોનું લોકો પાલન કરે તે માટે પોલીસ ખડેપગે છે. આ સમયે પોલીસ માટે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જે.સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા પોલીસ કર્મીઓને ફૂડ પહોચી શકે તેવી વિચારણા કરવામાં આવી હતી. ત્યારે હાલ ૧૬ વર્ષનાં અનુભવી આશાપૂરા કેટરીંગ દ્વારા આ બીડુ ઝડપવામાં આવ્યું છે. તેઓ નિત્ય પણે ૩૫૦૦થી વધારે પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ બંને ટંક પહોચાડે છે. જેમાં ડ્રાયફૂટ, સ્વીટ, ફરસાણ, ચોકલેટ અને બે સીઝનલ ફળ મુકવામાં…

Read More

રાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રક્તદાન કેમ્પ યોજાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને લોકડાઉનમાં રક્તની અછત તંગી વર્તાય રહી છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ થવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવીને લોકડાઉનના નિયમોનું પાલન સાથે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતાં. જેથી આ રક્તદાન કેમ્પમાં ૧૭૧ બોટલ રક્ત એકઠું થયું હતું. આ રક્ત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટ શહેર…

Read More

રાજકોટ શહેર લોકડાઉનના લીરેલીરા. રાજકોટના રણછોડવાડી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ફાકી તમાકુના જથ્થો પકડાયો

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જેના કારણે પાન-મસાલા, બીડી-સિગારેટના ભાવ બે-ત્રણ ગણા વધી ગયા છે. કારણ કે પાન-મસાલા ગુટખા અને બીડી-સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે રીતે ખરીદી કરવા માગતા હોય છે. તેવામાં રાજકોટના રણછોડવાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં માવો, ફાકી, તમાકુ અને સિગારેટનું વેંચાણ થતુ હોવાની ફરિયાદના આધારે ૧૪ કિ.ગ્રા. સોપારીનો જથ્થો. ૧.૬ કિ.ગ્રા. તમાકુ અને ૧૭૫ માવાના પાર્સલ અને ૭૦ પેકેટ સિગારેટનો જથ્થો મળી આવતા જપ્ત કરવામાં આવેલ છે. તેમજ F.B.O. ને…

Read More

રાજકોટ શહેરમાંથી રૂપિયા ૩.૮૫ લાખના હેરોઈનના જથ્થા સાથે દંપતી ઝડપાયું

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૪.૨૦૨૦ ના રોજ ભકિતનગર પોલીસ મથક પાસેના મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પાસે હેરોઈનની ડીલેવરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે ભકિતનગર પોલીસ મથકના પી.આઇ.ગઢવી ની સૂચનાથી પી.એસ.આઇ પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે ધસી જઈ શંકાસ્પદ દંપતીને અટકાવવી પૂછપરછ કરતા તે જંકશન નજીક આવેલ ખડિયાપરામાં હાજી પીરની દરગાહ પાસે રેતી ફાતમા ઇમરાન સિપાઈ અને તેનો પતિ ઇમરાન પરવર પઠાણ હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની તપાસમાં તેની પાસેથી મળી આવેલ વેફર્સ પુરી સહિતનો નાસ્તો ભરેલી બેગની તલાશી લેતા નાસ્તા સાથે ૩.૮૫ લાખની કિંમતનું ૩૩ ગ્રામ હેરોઈન…

Read More