રાજકોટ શહેર રમજાન માસના અનુસંધાને સ્થાનિક મુસ્લિમોની એક મિટિંગનુ આયોજન કરવામાં આવેલ હોય

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે મનો હરસિંહ જાડેજા D.C.P. ઝોન.૨ ની અધ્યક્ષતાંમાં યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ઈન્સપેક્ટર આર.એસ.ઠાકર દ્વારા આગામી રમઝાન માસ અનુસંધાને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મિટિંગ લેવામાં આવેલ છે. અને કોરાના મહામારી અનુસંધાને તકેદારી રાખવા અને મસ્જિદ ખાતે એકત્રિત ન થવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરના વિસ્તારમાં થશે આજથી કોરોના નો રેપીડ ટેસ્ટ શર

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના રોજ રેપીડ ટેસ્ટ કિટનો ઉપયોગ તંત્ર દ્વારા આજથી શરૂ કરવામાં આવનાર છે. આ રેપીડ ટેસ્ટ જંગલેશ્વર વિસ્તારના કોરોનાના પોઝિટિવ કેસો શોધવા ખૂબ ઉપયોગી સાબિત થશે. આ અંગે મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ રેપીડ ટેસ્ટથી ૧૫ કે ૨૦ જ મિનિટમાં પરિણામ મળશે. પહેલા જે લોકો છેલ્લા ૭ દિવસથી શરદી, ઉધરસ અને તાવ જેવા કોરોનાના લક્ષણો ધરાવે છે. તેઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. બાદમાં જંગલેશ્વર વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે…

Read More

રાજકોટ શહેર શાકભાજી વેચતા ૨૧૯ ફેરિયાઓને સ્વાસ્થયનું થમૅલ સ્કેનિંગ કરાવાયુ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ શાકભાજી વેંચતા ૨૧૯ ફેરિયાઓના સ્વાસ્થ્યનું થર્મલ સ્કેનિંગ કરાયું. રાજકોટ શહેર માં શાકભાજી વેચતા ફેરિયાઓ કોઈપણ જાતના ડર વગર શેરીએ ને ગલીયે શાકભાજી વેચતા હોય છે. તે લોકો સાથે સંકળાયેલા લોકોને કોઈપણ વ્યક્તિને ચેપ લાગુ ના પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શાકભાજી વેચતા ફેરિયાઓને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. એક પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. હાલમાં પ્રક્રિયા ચાલુ જ રહેશે કોઈ ને પણ વધુ નિદાન કે સારવારની આવશ્યકતા ન જણાઈ. તેમણે વધુમાં કહ્યું કે, થર્મલ સ્કેનીંગ કરવામાં આવ્યું તેવા ૨૧૯ ફેરિયાઓ પૈકી કોઈને પણ વધુ…

Read More

રાજકોટ શહેર પુખ્તવયની યુવતીને પ્રેમ ઝાળમાં ફસાવી દુષ્કર્મ આચરી ગભૅ રાખી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ એક પુખ્તવયની યુવતિ બી-ડિવીઝન પોલીસ મથકમાં પહોંચી હતી. તેણીએ પોતાના પેટમાં ગર્ભ હોવાની અને પ્રેમીએ લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચર્યા બાદ હવે ગર્ભ પોતાનો નથી. તેમ કહી લગ્નની ના પાડી દીધાનું જણાવતાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ પરથી મુળ વંથલીના સાંતલપુરના અને હાલ કુવાડવાની વાંકાનેર તરફ જતાં રોડ પર પ્લાસ્ટીકની પટ્ટીના કારખાનામાં કામ કરી ત્યાં રહેતાં ક્રિષ્ના ઉર્ફ કકન નાથાભાઇ વાણવી નામના શખ્સ સામે ગુનો નોંધ્યો છે. લોકડાઉન જાહેર થયું એ પહેલા તે વતન જતો રહ્યો હોવાથી તેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. દોઢેક…

Read More

રાજકોટ શહેર માનવ સેવાની અખંડ જયોત જલાવતુ.”દીકરાનું ઘર”વૃધ્ધાશ્રમનો અવિરત સેવાયજ્ઞ

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટથી ૧૪ કિમી. દુર લોધિકા તાલુકાના ઢોલરા ગામે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટનું લાડકું પ્રકલ્પ ‘દીકરાનું ઘર’ હાલ ૫૫ તરછોડાયેલા અને નિરાધાર માવતરોની સેવા કરી તેની ટાઢક આપી રહ્યું છે. છેલ્લા ૨૨ વર્ષથી સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, માનવતાવાદી અને શૈક્ષણિક પ્રવૃતિમાં અગ્રેસર ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જરૂરીયાતમંદ ગરીબ પરિવારોની ચિંતા કરી તેને મદદ કરી રહ્યું છે. આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી તેમજ ઉપેન મોદીએ જણાવ્યું છે કે રાજકોટએ સેવાની નગરી છે. ત્યારે ‘દીકરાનું ઘર’ દ્વારા છેલ્લા ૨૭ દિવસથી રોજ ૩૦૦…

Read More

રાજકોટ શહેર પારેવડી ચોક ખાતે બેંકોની બહાર લોકોની લાંબી લાઇન લાગી છે. જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાંબી લાઈન

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૪.૨૦૨૦ ના રોજ સવારે ૮.૦૦ વાગ્યેથી પારેવડી ચોક પાસે, બેંકોની બહાર લાગી લાંબી લાઇન લોકો પોતાના જન ધન ખાતા માંથી પૈસા ઉપાડવા માટે લાગ્યા લાઈનમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હોય એક-એક વ્યક્તિના ખાતા દીઠ ૧૦૦૦ રૂપિયા નાખવામાં આવશે. જેને લઇને લોકોમાં બેંકોની બહાર લાંબી લાઈનો લાગી જવા પામી છે. લાંબી લાઈનો ના પગલે કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી. કોઈ એ માસ્ક પહેરેલ છે. અથવા તો નથી હાલમાં કોરોના વાયરસના લીધે સમગ્ર રાજ્યમાં એક ભયનો માહોલ જોવા મળ્યો છે. જંગલેશ્વર હોટસ્પોટ જાહેર થવાને પગલે રાજકોટમાં કરફયૂનો…

Read More

રાજકોટ શહેરમાં શાકભાજીના ફેરિયાઓને માસ્કનું વિતરણ, ૨૬ ડોકટરોની ટીમ કામે લાગી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના ચેરમેનશ્રી કાનગડની યાદીમાં જણાવાયું છે કે, હાલના સમયમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં દેશભરમાં લોકડાઉનની અમલવારી ચાલુ છે. આ સમયમાં શહેરના શાકભાજીના તમામ ફેરિયાઓનું થર્મલ સ્કેનિંગ કરાવવું જરૂરી છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, લોકો પોતાની રોજીંદી જીવન જરૂરિયાતની શાકભાજી, ફ્રુટ વિગેરે છુટક ફેરિયા પાસેથી ખરીદી કરે છે. આ ફેરિયાઓ દુર સુધીના વિસ્તારમાંથી અને સામાન્ય રીતે પછાત વિસ્તારમાંથી શાકભાજી વેચવા આવતા હોય છે. પોતાના ધંધાના કારણે અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે. ગુજરાતના અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં શાકભાજીના ફેરિયાઓમાં…

Read More

રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર હોવા છતા બહાર નિકળતા લોકોને પોલીસ દ્વારા સઘન તપાસ

રાજકોટ, રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજકોટ શહેરમાં કોરોના વાયરસને લઈ કરફ્યુ જાહેર થયેલ છે. જેના અનુસંધાને જંગલેશ્વર હોટસ્પોટ જાહેર કર્યા છે. તેમજ રાજકોટ શહેરમાં હાલ વાહનોની અવરજવર જોવા મળી હતી. રાજકોટ શહેર ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન.૨ મનોહરસિંહજી જાડેજા, ટ્રાફિક પી.આઇ. ઝીલરીયા, પી.એસ.આઇ. બોરીસાગર દ્વારા કોટેચા ચોક ખાતે ચેકીંગ કરવામાં આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને કોરોના નુ હોટસ્પોટ જંગલેશ્વરમાં પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે

રાજકોટ, રાજકોટ શહેર તા. ૨૧.૪.૨૦૨૦ ના રોજ “કર્મ એ જ સાચો ધર્મે છે” દિવ્યાંગ હોવા છતાં મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ. આ શબ્દો છે ઠેબચડાથી રોજના ૧૩ કિલોમીટરની સફર કરીને પોતાની ફરજ બજાવવા આવતા ચંદ્રીકાબેન જાદવના જે રાજકોટ શહેરમાં કોરોનાનું હોટસ્પોટ બનેલું જંગલેશ્વર વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામગીરી કરે છે. કોરોનાને હંફાવવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત કામ કરી રહ્યા છે.…

Read More

રાજકોટ શહેર ઉદ્યોગોમાં શરતોનું પાલન થાય છે કે નહીં તે તપાસવા ૧૨ ટીમોને મેદાનમાં ઉતારતા કલેકટર

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં ગઈકાલથી ઉદ્યોગોને શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યસરકારના આદેશને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ઉદ્યોગોને શરૂ કરવા સંદર્ભે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક યોજીને તેઓના સૂચન પણ મેળવ્યા હતા. અને તેઓને મૂંઝવતા પ્રશ્નો પણ સાંભળ્યા હતા. વધુમાં ઉદ્યોગકારોની સરળતા માટે ઉદ્યોગોને શરૂ કરવાની સરળ વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી. જે મુજબ ઉદ્યોગકારોએ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે માત્રને માત્ર બાહેંધરી પત્રક ભરીને તેની એક નકલ પોતાની પાસે જ્યારે બીજી નકલ એસોસિએશન અથવા પ્રાંત અધિકારીને મોકલવાની રહેશે. માત્ર બાહેંધરી પત્રક ભરવાથી…

Read More