હિન્દ ન્યુઝ, ભાવનગર
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં વેળાવદર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૬૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાની પુસ્તકાલય માટે ૫૦ પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં. બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, નીર્મોહીબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, અંકિતાબહેન ભટ્ટ, યોગેશભાઈ શાહ તથા નિરમા લીમીટેડનાં કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી મુકેશભાઈ તથા આચાર્ય વિક્રમસિંહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંકલન હિનાબહેન ભટ્ટ, રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી