ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર ૩૭ મી રથયાત્રાની તૈયારીઓને લઇને કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને ગુજરાતની બીજા નંબરની મોટી રથયાત્રા ભાવનગરમાં નિકળે છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાં માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા રથયાત્રા સમિતિના સભ્યો સાથે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું કે, છેલ્લા ૩૬ વર્ષથી પરંપરાગત રીતે આ રથયાત્રા ભાવનગરમાં યોજાય છે અને આ વર્ષે ૩૭ મી રથયાત્રાનું આયોજન થઇ રહ્યું છે.

પૂર્ણ ધાર્મિક શ્રધ્ધા સાથે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને લેવાનાં પગલાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ રથયાત્રાના રૂટમાં આવતાં ઝાડવાઓના કટીંગ, સતત લાઇટનો પુરવઠો જળવાય, રસ્તાની સફાઇ થઇ જાય, રસ્તામાં અડચણરૂણ વાયરો દૂર કરવામાં આવે, પાણીની સગવડ સચવાય વગેરે રથયાત્રા સંલગ્ન કામગીરી વિશે તંત્રનું માર્ગદર્શન કર્યું હતું.

રથયાત્રા સમિતિના હરૂભાઇ ગોંડલીયાએ આ રથયાત્રામાં ટ્રકો સાથે સામાજિક જાગૃતિ, રાષ્રીઆાય પ્રેમ, ધાર્મિક ઉત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ ઝાંખીઓ પણ રહેશે.

તેમણે રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નિર્વિધ્ને ચાલે તે માટેના વિવિધ સૂચનો કર્યાં હતાં. રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર ભાવેણાવાસીઓ માટે ફરશે તે માર્ગ પર જરૂરી સુવિધાઓ અને સગવડોની માહિતી તેમણે આપી હતી તથા તંત્ર પાસેથી જરૂરી મંજૂરી તથા સહકારની વિગતો રજૂ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, ડી.વાય.એસ.પી. ડી.ડી. ચૌધરી, રથયાત્રા સમિતિના સભ્યો, જિલ્લાનાઅધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment