બોટાદ જિલ્લામાં PGVCL વર્તુળ કચેરીની સરાહનીય કામગીરી : વીજ વિભાગને મળેલી ૧૬૬ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, બોટદા

બોટદા વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સિઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ જિલ્લા PGVCL વર્તુળ કચેરી દ્વારા તા.૧૩ મી જુન, ૨૦૨૨ થી તા.૧૪ મી જુન, ૨૦૨૨ દરમિયાન શહેરી/ ગ્રામ્ય વિસ્તારમાંથી લાઇટબંધ, ડીમ પાવર, વીજ ટ્રાન્સફોર્મર બળી ગયેલ હોય, વીજ થાંભલાથી વાયર ઢીલો/ તુટી ગયેલ હોય તેવી PGVCL ને અનુલક્ષીને મળેલી તમામે તમામ ૧૬૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાયો છે. તેવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી ૨૪ લાઇનોને રિપેરીંગ કરીને વીજ પુરવઠો ચાલી કરી દીધો છે. આ કામગીરી માટે વીજ વિભાગની ૨૦ ટીમો ફિલ્ડમાં કામ કરી રહી છે. આમ હાલ બોટાદ PGVCL વર્તુળ કચેરી દ્વારા કોઇ પણ ફરિયાદ પેન્ડીંગ ન હોવાની સાથે જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની સબ ડિવીઝન કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા બોટાદના PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર આર.જી.ગોવાણી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment