૨૨ જુને, બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓ માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લાના રોજગાર વાંચ્છુઓને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ટેક્ષપીન બેરિંગ્સ લીમીટેડના યુનિટ-૧ અને ૨, રાણપુર માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ અથવા આઈ.ટી.આઈ ઇન ટેકનીકલ ટ્રેડ પાસ અથવા ડિપ્લોમા ઇન મીકેનીકલ/ ઓટોમોબાઈલ/ મેટ્રોલોજી પાસની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૨૨/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું છે.

ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવાનાર રોજગાર વાંચ્છુઓએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં- ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી (સા.), બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment