જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા થતી આરોગ્ય વિષયક કામગીરી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

કુલ ૪૭ મેડીકલ ટીમ દ્રારા ૪ હજાર થી વધુ લોકોની તપાસ

કોરોના વાઈરસના પોઝીટીવ કેસ ની સાથે જ હાલ લોકોમાં વાઈરલ ઈન્ફેકશનના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્રારા ધનવંતરી રથના માધ્યમ થી લોકોની આરોગ્ય વિષયક તપાસ – સારવાર કરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ધન્વંતરી રથ દ્વારા સઘન આરોગ્યલક્ષી કામગીરી થઇ રહી છે. ધનવંતરી રથ દ્વારા ટેસ્ટિંગ, ટ્રેસીંગ, સારવાર, દવા તેમજ આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં દરરોજ ૪૭ રથના માધ્યમથી વિવિધ સ્થળોએ ૪૭ મેડીકલ ટીમ દ્રારા લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં એક જ દિવસમાં ૪૫૭૫ વ્યકિતઓની તપાસ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment