જૂનાગઢ જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાન ખુલ્લો મુક્તા અધિક કલેક્ટર બાંભણિયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન

                     જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાઓનું આંકલન કરવામાં આવ્યું છે. નાબાર્ડના પોટેન્શીયલ લિંક પ્લાનનું અધિક કલેક્ટર જૂનાગઢ એલ.બી.બાંભણિયાના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ મીટીંગમાં નાબાર્ડના કિરણ રાઉતે જણાવ્યું હતું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂા.૮૨૫૦.૫૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું હતું. જેમાં એમ.એસ.એમ.ઇ સેક્ટર માટે રૂા.૯૩૬.૩૨ કરોડ(૧૧.૩૫ ટકા) કૃષિ ક્ષેત્રે વિશેષ પ્રધાન્ય આપી પાક ધિરાણ માટે રૂા.૪૩૫૭.૪૯ કરોડ(૫૨.૮૧ ટકા) મધ્ય અને લાંબી મુદ્દતનાં ખેતી ધિરાણ માટે રૂા.૨૩૫૫.૬૭ કરોડ(૨૮.૫૫ ટકા) અને અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્ર જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસીંગ, રીન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટક્ચર માટે રૂા.૪૧૭.૨૬ કરોડ (૫.૦૬ ટકા)નું આંકલન કરવામાં આવ્યું છે તેમ નાબાર્ડના જિલ્લા અધિકારી કીરણ રાઉતે જણાવ્યું હતું.

Related posts

Leave a Comment