લીંબડી તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂંક કરાશે

હિન્દ ન્યુઝ, સુરેન્‍દ્રનગર

          લીંબડી મામલતદારની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે લીંબડી તાલુકાની જનશાળી પ્રાથમિક શાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–લીંબડી ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.૧૦-૦૨-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી- લીંબડી ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.

Related posts

Leave a Comment