આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગની અનોખી પહેલ પોરબંદર જીલ્લાની૧૩,૧૦૦ થી વધુ કિશોરીઓ મને ગર્વ છે કે હુ મોટી થઇ રહી છુ થીમ પર સેટકોમ કાર્યક્રમ નિહાળશે

હિન્દ ન્યુઝ, પોરબંદર

સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ(SAG) યોજના ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧થી૧૪વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ૧૫થી૧૮વર્ષની કિશોરીઓ માટે પુર્ણાયોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ૧૫થી૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને સાથે સાથે આરોગ્ય અને જીવન કૌશલ્ય શિક્ષણની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આઈ.સી.ડી.એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નકકી કરેલ કેલેન્ડર મુજબ આ મહિને HB ક્વીન હરીફાઈ કરવાની થાય છે. જેમાં અંદાજિત ૧૨,૮૦૦ જેટલી ૧૧થી૧૮ વર્ષની કિશોરીઓના હિમોગ્લોબીનની તપાસ, વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવા હેતુથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આગામી તા.૨૪/૦૮/૨૦૨૧ મંગળવારના રોજ બપોરે ૨.૦૦ થી ૨:૩૦ કલાક દરમ્યાન સેટકોમ કાર્યક્રમના માધ્યમથી મને ગર્વ છે કે હુ મોટી થઇ રહી છુ- સ્વચ્છતા અને માસિક સમયનું વ્યવસ્થાપન વિષય પર ૧૧થી૧૮ વર્ષની કિશોરીઓને માહિતગાર કરવામાં આવશે. સદર કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટેલિવિઝનમાં વંદેગુજરાત ચેનલ-૧’ પર, મોબાઇલમાં જિઓ એપ્લિકેશન મારફતે ‘વંદેગુજરાત ચેનલ-૧’ પર તથા WCDGUJARAT ફેસબુક પેજ અને YOUTUBE પર નિહાળી શકશે. આ કાર્યક્રમ પોરબંદર જિલ્લાની ૧૧થી૧૮વર્ષની તમામ કિશોરીઓ નિહાળે તેમજ કાર્યક્રમ દ્વારા માર્ગદર્શન મેળવે તેવું જિલ્લા પ્રોગ્રામ ઑફિસર આઈ. સી. ડી. એસ. શાખા પોરબંદર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમજ દરેક આંગણવાડી પર કાપડની થેલીને પોષણના સુત્રો લખી સણગારવાની હરીફાઇ રાખી ઉજવણી કરવામાં આવશે. તો આંગણવાડીમાં નોધાયેલ તમામ કિશોરીઓ આ ઉજવણીમાં ભાગ લેવા એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment