જૂનાગઢ જિલ્લામાં મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભના પ્રથમ સ્થાને વિજેતાઓ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

મોબાઇલ ટુ સ્પોર્ટસ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં ભજન, લોકગીત, લગ્નગીત, સુગમ સંગીત સહિતની ખેલ-મહાકુંભની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જિલ્લા રમતગમત કચેરી આયોજીત આ સ્પર્ધાઓ ૬ થી ૧૪, ૧૫ થી ૨૦, ૨૧ થી ૫૯ અને ૬૦ વર્ષથી ઉપરની વયના કલાકાર ભાઇ બહેનો સહભાગી થયા હતા. પ્રથમ સ્થાને વિજેતા થયેલાની સીડી રાજયકક્ષાની સ્પર્ધા માટે મોકલાશે. જેમાં ૬ થી ૧૪ વર્ષમાં જૂનાગઢ ગ્રામ્યમાં લોકગીત ભજનમાં સીસોદીયા દ્રષ્ટી, લગ્નગીતમાં વાઢીયા બંસરી અને સુગમ સંગીતમાં સોલંકી દિવ્ય, ૧૫ થી ૨૦ વયમાં લોકગીત ભજનમાં સોલંકી ભક્તિ, લગ્નગીતમાં પીઠવા ધ્વનિ, વય ગ્રુપ ૨૧ થી ૫૯ માં લોકગીત ભજનમાં સીસોદીયા ભીખુભાઇ, સુગમ સંગીતમાં કિંજલ ઝાલા, લગ્નગીતમાં મણીબેન પરમાર જ્યારે ૬૦ વર્ષથી ઉપરની વયમાં લોકગીત-ભજનમાં બંધીયા લખમણભાઇ પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. જૂનાગઢ શહેરમાં ૫ થી ૧૪ વયમાં સુગમ સંગીતમાં ક્થ્થન દવે, લોકગીત-ભજનમાં ધૈર્ય ત્રિવેદી, લગ્નગીતમાં ચાવડા પ્રીયાંસી અને શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં વ્યાસ કલ્યાણી, વય ગ્રુપ ૧૫ થી ૨૦માં સુગમ સંગીતમાં ધ્વનીત ત્રિવેદી, લોકગીત-ભજનમાં પાર્થ હિંડોચા, શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં વ્યાસ વરૂણ, અને લગ્નગીતમાં માવદીવા માનસી પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. જૂનાગઢ શહેરમાં વય ગ્રુપ ૨૧ થી ૫૯ માં સુગમ સંગીતમાં દર્પિત દવે, લોકગીત-ભજનમાં નરેશદાન ખલેલ, શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં ભારા શુક્લ, અને લગ્નગીતમાં નાથળીયા ઉનેવાળ ગ્રુપ જયારે ૬૦ વર્ષથી ઉપરની વયમાં સુગમ સંગીતમાં રજનીકાંત દવે તેમજ લોકગીત-ભજનમાં ભીખાભાઇ જોગલ પ્રથમ સ્થાને વિજેતા થયા હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment