હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચ જિલ્લામાં ૪થી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ , ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો.
Read MoreMonth: August 2026
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં ૯ ઓગસ્ટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, દાહોદ: આગામી તારીખ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે દાહોદ શહેર તથા જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા સામાન્ય નાગરિકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે દાહોદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા ‘ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧’ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વાહન વ્યવહાર માટેના મુખ્ય પ્રતિબંધો અને ડાયવર્ઝન: ૧. દાહોદ શહેર: એસ.ટી. અને ખાનગી બસો: જેસાવાડા, ગરબાડા, ખંગેલા, કતવારા, પીટોલ (M.P.)અને ગોધરા રોડ તરફથી આવતી બસો માટે પડાવ…
Read Moreડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત અધ્યક્ષ સ્થાને “મહિલા સ્વાવલંબન દિવસ” ની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગરના સંયુક્ત ઉમક્રમે નારી વદંન ઉત્સવ નિમિત્તે “મહિલા સ્વાવલંબન દિવસ” જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, સાહસીક મહિલાઓનું સન્માન તેમજ શ્રમજીવી મહિલાઓનાં અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે વઘઈ દૂધ શીત કેન્દ્ર, વસુધારા ડેરી હોલ વઘઈ ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતના અધ્યક્ષ સ્થાને જાગૃતતા સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે રાજેશભાઈ ગામીતે મહિલાઓને સંબોધતા જણાવ્યુ કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભથી આજે મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની…
Read Moreવડોદરામાં વિકાસને મળી રહી છે નવી ગતિ!
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરામાંથી પસાર થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માત્ર મુસાફરીને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે એટલું જ નહીં, પરંતુ શહેરના વિકાસ, રોજગારીની તકો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નવી દિશા આપશે. વિકાસના નવા યુગ તરફ વડોદરાનું એક વધુ મજબૂત પગલું.
Read Moreવડનગરનો વારસો, વિરાસતની સફર
હિન્દ ન્યુઝ, વડનગર વડનગરના અમૂલ્ય ઇતિહાસ અને પવિત્ર શ્રાવણ માસની ભવ્યતાને તમારી ક્રિએટિવિટીથી રજૂ કરવાનો સોનેરી અવસર. ગુજરાત સરકાર દ્વારા આયોજિત “શ્રાવણોત્સવ 2026” રીલ કોમ્પિટિશનમાં ભાગ લો. આ અઠવાડિયાની થીમ “અનંત અનાદિ વડનગર” પર શાનદાર રીલ બનાવો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો. સ્પર્ધાનો સમયગાળો: 02થી 05 ઑગસ્ટ, 2026 આજે જ તમારી એન્ટ્રી સબમિટ કરો: https://mygov.in/task/shravanotsav-2026-reel-competition
Read Moreપ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે 2026 – સપ્તાહવાર કાર્યક્રમ સમયપત્રક
હિન્દ ન્યુઝ, અમરેલી આઝાદીના અમૃત મૂલ્યોને ઉજાગર કરતી પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે 2026 અંતર્ગત અમરેલી જિલ્લામાં ૫ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ, જનજાગૃતિ કાર્યક્રમો અને દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 સમગ્ર કાર્યક્રમનું સપ્તાહવાર સમયપત્રક અહીં રજૂ કરવામાં આવ્યું છે. તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોને ઉત્સાહભેર જોડાવા હાર્દિક આમંત્રણ.
Read More‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો રૂ. ૩૧ હજારનો રોકડ પુરસ્કાર
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકાર દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસતને કલાત્મક રીતે રજૂ કરવા અને વિશ્વ ફલક પર પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ ૨૦૨૬ – રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નાગરિકો ‘અનંત અનાદિ વડનગર’ થીમ પર રીલ બનાવીને સબમિટ કરી શકશે.વિજેતાઓને રૂ. ૧૧ હજારથી લઈને રૂ. ૩૧ હજાર સુધીના પુરસ્કાર જીતવાની તક મળશે. ‘અનંત અનાદિ વડનગર’ થીમ પર આધારિત આ સ્પર્ધા ડિજિટલ ક્રિએટર્સ અને યુવાનોને પોતાની સર્જનાત્મકતા દર્શાવવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. આ રીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે નીચે આપેલી શરતોનું પાલન કરવાનું રહેશે. થીમ ‘અનંત અનાદિ…
Read Moreગુજરાત સરકાર દ્વારા “શ્રાવણોત્સવ-૨૦૨૬”ને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા રીલ સ્પર્ધા’નું આયોજન
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે યોજાનારા “શ્રાવણોત્સવ-2026”ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા રાજ્યના તમામ જિલ્લાના યુવાનો સહિત નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. જેમાં બોટાદ જિલ્લાના યુવાનોને, વિદ્યાર્થીઓને અને નાગરિકોએ આ સ્પર્ધામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. સ્પર્ધાનું આયોજન તા.2 ઓગસ્ટથી તા. 5 ઓગસ્ટ, 2026 દરમિયાન MyGov https://www.mygov.in/task/shravanotsav-2026-reel-competition ગુજરાત પોર્ટલ પર કરવામાં આવશે.…
Read Moreદર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો
હિન્દ ન્યુઝ, કચ્છ રાજ્યની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમા વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને આ પવિત્ર શ્રાવણ માસમાં તમારી લાગણી, શ્રદ્ધા અને સર્જનાત્મકતાને રીલ દ્વારા વ્યક્ત કરવાનો અવસર. દર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો અને તમારી સર્જનાત્મકતા સમગ્ર ગુજરાત સુધી પહોંચાડો. 📝 ભાગ લેવાની પ્રક્રિયા 1️⃣ રીલ બનાવો આ સપ્તાહની થીમ પર સંપૂર્ણ ઓરિજિનલ રીલ તૈયાર કરો. 2️⃣ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો રીલને તમારા Instagram અથવા YouTube એકાઉન્ટ પર અપલોડ કરો અને પોસ્ટને Public રાખો. 3️⃣ MyGov માં લૉગિન કરો https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition લિંક દ્વારા…
Read Moreજાગૃત વિદ્યાર્થી, સ્વસ્થ સમાજ
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત ન્યુ બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દાણીલીમડા ગુજરાતી શાળા નં. 4 ખાતે મેડિકલ ઓફિસર અને RBSK મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે આઈઈસી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આજની જાગૃતિ, આવતીકાલનું સ્વસ્થ ભવિષ્ય.
Read More