હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરુરિયાત છે. ઝેરમુક્ત ખોરાક અને ઝેરમુક્ત જમીન છોડી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે એ માટે આત્મા પ્રોજેક્ટ ગીર સોમનાથ દ્વારા શ્રી કારડીયા રાજપૂત સમાજની વાડી, પ્રશ્નાવડા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ હતી. તાજેતરની સીઝનની પરિસ્થિતિ અનુસાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને અન્ય સરકારી ખેતીલક્ષી સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી યોજાયેલી આ કિસાન ગોષ્ઠિમા્ં પ્રાકૃતિક કૃષિને લગત સરકારની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read MoreMonth: August 2026
વેરાવળની નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી થઈ
‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વેરાવળના નાલંદા જ્ઞાન વિદ્યાલય ખાતે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત ‘મહિલા કલ્યાણ દિવસ’ સેમિનાર યોજાયો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિંતન ગોંડલિયા દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના હેતુઓ તથા મહિલા સશક્તિકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી મહિલાઓ માટે કાર્યરત સુરક્ષાલક્ષી સેવાઓ અને…
Read Moreપ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, પ્રભાસપાટણ ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ તાલુકાના પ્રભાસપાટણના શ્રી સરકાર સદરે આવેલ સ.નં.૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન/મિલકત પર કોઈ પણ ઈસમ/સંસ્થા/કંપનીએ પ્રવેશ કે દબાણ કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હૂકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાપાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ સ્ટાફને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામું તા. ૦૩/૦૮/૨૦૨૬થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
Read Moreતાલાલાના ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી
હિન્દ ન્યુઝ, તાલાલા રાજ્ય સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ડી. એમ. બારડ શૈક્ષણિક સંકુલ, ઘૂસિયા ખાતે ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો હતો. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા પ્રેરિત આ કાર્યક્રમનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અને વુમન એમ્પાવરમેન્ટ વિષય પર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રીમતી સોનલબેન રાઠોડે ‘બેટી બચાવો, બેટી…
Read Moreરસોઈના સ્વાદથી ‘લખપતિ દીદી’ બનવા સુધીની સફળ સફર!
હિન્દ ન્યુઝ, ગાંધીનગર રોજના 1 લીટર દૂધની ચાથી શરૂ થયેલી સફર આજે 25 લીટર દૂધની ચા અને 60થી વધુ લોકોના સ્વાદિષ્ટ ભોજન સુધી પહોંચી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના ‘આદ્યશક્તિ સખી મંડળ’ની બહેનો પોતાની રસોઈની કળાના માધ્યમથી નારી સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહી છે. જિલ્લા પંચાયતમાં કેન્ટીન દ્વારા પ્રત્યેક મહિલા ₹10,000 જેટલી આવક મેળવી માત્ર પોતાના પરિવારને ટેકો જ નથી આપી રહી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે.
Read Moreજીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે રોજગાર/સ્વરોજગાર મેળો યોજાયો
‘નારી વંદન ઉત્સવ’ હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, વલસાડના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સહયોગથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, વલસાડ અને જિલ્લા રોજગાર કચેરી, વલસાડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલની અધ્યક્ષતામાં “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે પારડી પ્રજાપતિ હોલ, પારડી ખાતે મહિલા રોજગાર/સ્વરોજગાર ભરતી મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં વિવિધ ઉદ્યોગો(કંપનીઓ)ના કુલ 7 નોકરીદાતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. મેળામાં કુલ 487 મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 251 મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી…
Read Moreમહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ગાંધીનગર નારી વંદન સપ્તાહ અંતર્ગત ગાંધીનગર સર્વ વિદ્યાલય પરિસરમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15 જેટલા નોકરીદાતાઓ દ્વારા 595 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી યુવતીઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. કલેક્ટરએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને સમગ્ર સમાજ તથા દેશના આર્થિક ઉત્થાનનો પાયો ગણાવ્યો હતો. આ દરમિયાન સૌ અતિથિઓએ લાભાર્થી મહિલાઓનું સન્માન કરી તેમના દ્વારા લગાવાયેલા વ્યવસાયિક સ્ટોલ્સની મહાનુભાવો દ્વારા પ્રોત્સાહક મુલાકાત લેવામાં આવી હતી
Read Moreનારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી નિમિત્તે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઉમરા સુરત સીટી ના દેવકી નંદન હિન્દી વિધાલય પાંડેસરા વિસ્તાર ખાતે શાળાના આચાર્ય સુરેશભાઈના વડપણ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનનો મુખ્ય હેતુ દીકરીઓના જન્મ, સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. દીકરીઓને સમાન અધિકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પ્રાપ્ત થાય તેમજ…
Read Moreઉપલેટા ખાતે મેગા હેલ્થ કેમ્પમાં વિનામૂલ્યે સ્ક્રીનિંગ
હિન્દ ન્યુઝ, ઉપલેટા ઉપલેટા ખાતે મેગા હેલ્થ કેમ્પમાં ૭૭ આશા બહેનોનું કેન્સર, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનનું વિનામૂલ્યે સ્ક્રીનિંગ કરાયું SCCRI રાજકોટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં બ્રેસ્ટ કેન્સરના ૩ શંકાસ્પદ બહેનોને વધુ તપાસ અર્થે જિલ્લામાં રિફર કરાયા 🩺👩⚕️ રૂ. ૬,૦૦૦ સુધીનાં એચ.પી.વી. ડી.એન.એ.નાં ટેસ્ટ સંપૂર્ણ નિ:શુલ્ક 🔬🎗️
Read Moreઇતિહાસ અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય
હિન્દ ન્યુઝ, પાટણ પાટણ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘રાણીની વાવ’ ખાતે શરૂ કરાયેલ 3D પ્રોજેક્શન મેપિંગ અને હેરિટેજ લાઇટિંગ શૉને ‘WOW Awards Asia 2026’માં ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 11મી સદીની આ અપ્રતિમ સ્થાપત્યકળા અને વિરાસત હવે રોશનીના માધ્યમથી વધુ જીવંત બની છે.
Read More