હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નારી વંદન સપ્તાહ અંતર્ગત ગાંધીનગર સર્વ વિદ્યાલય પરિસરમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 15 જેટલા નોકરીદાતાઓ દ્વારા 595 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી યુવતીઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા.
કલેક્ટરએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને સમગ્ર સમાજ તથા દેશના આર્થિક ઉત્થાનનો પાયો ગણાવ્યો હતો. આ દરમિયાન સૌ અતિથિઓએ લાભાર્થી મહિલાઓનું સન્માન કરી તેમના દ્વારા લગાવાયેલા વ્યવસાયિક સ્ટોલ્સની મહાનુભાવો દ્વારા પ્રોત્સાહક મુલાકાત લેવામાં આવી હતી
