હિન્દ ન્યુઝ, નવસારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં “યોગ સંસ્કાર સમર કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષદ સંઘવી, રમતગમત મંત્રી જયરામ ગામીત તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આશરે ૨૨૫ જેટલા સ્થળોએ નિઃશુલ્ક યોગ સમર કેમ્પો યોજાઈ રહ્યા છે. વેકેશન દરમિયાન બાળકો મોબાઈલથી દૂર રહી યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાય તેમજ શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વધુ…
Read MoreDay: May 18, 2026
સમય પણ બચશે અને પૈસા પણ! 🚌
હિન્દ ન્યુઝ, દાહોદ અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ AC બસો હવે નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી દોડશે; અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5:00 કલાકથી સાંજે 6:00 કલાક સુધી દર કલાકે સંચાલિત થતી કુલ 24 ટ્રીપો, ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા રૂટની તમામ ટ્રીપો પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે. ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ઉપરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ; સવારે 6:45 કલાકે નહેરુનગર (અમદાવાદ)થી સુરત અને બપોરે 1:00 કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે ‘નોનસ્ટોપ વોલ્વો સર્વિસ’ શરૂ.
Read Moreનવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં “સઘન કોસ્ટર પેટ્રોલિંગ” હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, નવસારી ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ, શંકાસ્પદ પેકેટ્સ, બેગ, ડ્રોન, દાણચોરી તથા કેફી પદાર્થોની હેરફેર અટકાવવા રાજ્યભરમાં સઘન કોસ્ટર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એ.એમ. મુનિયા અને પોલીસ અધિક્ષક શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના ૫૩ કિમી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં ૫ થી ૧૦ કિમીના વ્યૂહાત્મક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા “સઘન કોસ્ટર પેટ્રોલિંગ”…
Read Moreસુરતના સાંસદ મુકેશભાઈ દલાલે વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર પોતાની ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કર્યો અનુરોધ
હિન્દ ન્યુઝ, સુરત સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવી વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે ‘સ્વ વસતી ગણતરી – ૨૦૨૭’ ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ અભિયાન અંતર્ગત સુરતના સાંસદશ્રી મુકેશભાઈ દલાલે અભિયાનના બીજા દિવસે જ પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ અવસરે સાંસદશ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે, દેશવ્યાપી ડિજિટલ ‘સ્વ-ગણતરી અભિયાન’ અંતર્ગત તા.૧૭ થી ૩૧ મે-૨૦૨૬ દરમિયાન નાગરિકો…
Read Moreતા. 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ; રાજકોટના વોટ્સન મ્યુઝિયમનો રોચક છે ઈતિહાસ
હિન્દ ન્યુઝ, રાજકોટ જ્યુબિલી ગાર્ડન, રાજકોટ સ્થિત વોટ્સન મ્યુઝિયમ મોહેંજો-દરો, કોતરણીઓ તેમજ મંદિરની મૂર્તિઓ, પરંપરાગત પહેરવેશ અને જૂના મકાનોની ડિઝાઈનની નકલ દર્શાવે છે. આ મ્યુઝિયમમાં પરંપરાગત, પુરાતત્વીય ચીજવસ્તુઓ અને સિક્કાઓનો ઉત્તમ સંગ્રહ છે. ઐતિહાસિક વોટ્સન મ્યુઝિયમ ખાતે વર્ષ 2025 અને એપ્રિલ 2026 સુધીમાં 34 હજાર લોકોએ મુલાકાત લઈ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ મેળવી.
Read Moreદાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા સુ સુરભી ગૌતમ (IAS)
હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી અને નિમણૂંક સંદર્ભે જાહેર કરાયેલા તાજેતરના હુકમ મુજબ દાહોદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે સુ સુરભી ગૌતમ (IAS)ની નિમણૂંક કરવામાં આવી છે. તેઓશ્રીએ આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર તરીકેનો વિધિવત્ત ચાર્જ સંભાળ્યો છે. સુશ્રી સુરભી ગૌતમ અગાઉ વડોદરા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.વહીવટી ક્ષેત્રેનો તેમનો અનુભવ અને શહેરી વિકાસ ક્ષેત્રેનું કાર્ય નોંધપાત્ર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હવે તેમને દાહોદ જિલ્લાના કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો હોવાથી બહુલ આદિવાસી અને વિકાસલક્ષી યોજનાઓ માટે…
Read Moreસુરત જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળતા તેજસ પરમાર
હિન્દ ન્યુઝ, સુરત રાજયમાં જિલ્લા કલેકટરોની બદલીઓ થઈ હતી. જેમાં સુરત જિલ્લા કલેકટરની બદલી થતા આજરોજ નવા કલેકટર તેજસ દિલીપભાઈ પરમારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આ અવસરે જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સુરતએ દેશમાં સૌથી ઝડપથી વિકાસ પામતું શહેર છે. આગામી સમયમાં છેવાડાના માનવી સુધી સરકારની જનહિતલક્ષી યોજનાઓના લાભો પહોચે તે અમારી પ્રામથિકતા રહેશે. વધુમાં કહ્યું કે, અદના માનવીની મુશ્કેલીઓ દુર કરવા માટે કલેકટર તંત્ર હંમેશા સહયોગીની ભુમિકા ભજવશે. જિલ્લા કલેકટર તેજસ પરમારે બી.ટેક મિકેનીકલ…
Read Moreનાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ ‘સ્વ-ગણતરી’માં જોડાવા કરી અપીલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વિકાસના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વસ્તીગણતરી ૨૦૨૬ના પ્રથમ તબક્કાનો સમગ્ર દેશ અને રાજ્ય સાથે સુરત ખાતે પણ પ્રારંભ થયો છે. ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અભિયાનના બીજા દિવસે જ પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું સક્રિય યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકોને પોતાની રાષ્ટ્રીય ફરજ સમજીને આ ડિજિટલ અભિયાનમાં ઉત્સાહભેર જોડાવા માટે જાહેર અપીલ કરી…
Read Moreવસ્તી ગણતરી-૨૦૨૭: પ્રથમ વખત શરૂ થયેલી ‘સ્વ-ગણતરી’ પહેલમાં સક્રિય ભાગીદારી નોંધાવવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ
હિન્દ ન્યુઝ, પાલનપુર ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના ૨૦૨૭ અન્વયે આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે ત્યારે આજથી તા.31-05-2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઇન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું…
Read Moreગળતેશ્વર તાલુકાના વાડદ ગામે ૧૨ ગામ મલેક સમાજ ના ૮ મુ શમુહ શાદી નું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, ગળતેશ્વર ખેડા જિલ્લા ના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે બારા ગામ મલેક સમાજ નું ૮ મું સમૂહ શાદી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૯ જોડાઓએ ભાગ લીધો હતો. જેવો ને સમાજ દ્વારા તુજોરી, પલગ, સોફા સેટ વગેરે ભેટ આપવામાં આવી. આ સમૂહ શાદીમાં મુખ્ય મહેમાન તરીકે કલંદર બાદશાહ બાવા, કાદરી રોહન બાવા , તનવીર બાવા તેમજ આજુબાજુનાં ગામનાં આગેવાનોએ હાજરી આપી સમૂહ શાદી માં જોડાયા. દુલ્હા દુલ્હન ને દુવા આપી હતી. સમૂહ શાદી ને સફળ બનાવવા મલેક ગુલામભાઈ તલાટી, મલેક ઇમરાનભાઈ, સાદિકભાઈ માસ્ટર અને…
Read More