નવસારી જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક “યોગ સંસ્કાર સમર કેમ્પ”નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, નવસારી

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં “યોગ સંસ્કાર સમર કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષદ સંઘવી, રમતગમત મંત્રી જયરામ ગામીત તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં આશરે ૨૨૫ જેટલા સ્થળોએ નિઃશુલ્ક યોગ સમર કેમ્પો યોજાઈ રહ્યા છે.

              વેકેશન દરમિયાન બાળકો મોબાઈલથી દૂર રહી યોગ, પ્રાણાયામ અને ધ્યાન જેવી સકારાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાય તેમજ શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વધુ તેજસ્વી બને તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

           આ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં વિવિધ ૭ સ્થળોએ યોગ સંસ્કાર સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૭૪૦ જેટલા બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. કેમ્પ દરમિયાન બાળકોને યોગાસન, ધ્યાન અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી રહી છે. સાથે સાથે બાળકોમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સકારાત્મકતા વિકસે તે માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

          બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા આરોગ્યલક્ષી માર્ગદર્શન ઉપરાંત રમતગમત આધારિત પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. કેમ્પમાં રોજિંદા આરોગ્યવર્ધક પીણાંની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત બાળકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાઇબર ક્રાઇમ જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે પણ માહિતી આપવામાં આવશે.

         નવસારી જિલ્લાના કેમ્પો તા. ૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન દરરોજ સવારે ૭:૦૦ થી ૯:૦૦ કલાક સુધી યોજાશે.


નવસારી જિલ્લાના યોગ સંસ્કાર સમર કેમ્પ કેન્દ્રો:

1)English Medium Vidhyakunj School, જામલપોર, નવસારી

સંપર્ક: રશ્મિબેન – ૯૩૭૫૯ ૯૨૮૯૬

૨)V. S. Patel College, બીલીમોરા

સંપર્ક: મનીષાબેન – ૯૪૦૮૭ ૨૧૭૬૫

૩)Dr. Babasaheb Ambedkar Tata School, ગણદેવીસંપર્ક: હરીશભાઈ – ૯૭૨૪૩ ૩૬૭૮૮

સરદાર સ્કૂલ નજીક સ્ટેશન, નવસારી

સંપર્ક: હેમીબેન – ૯૫૩૭૫ ૪૮૦૯૦

૪)વિદ્યાકુંજ પ્રાથમિક શાળા, સમરોલી, ચીખલી

સંપર્ક: મિતેશભાઈ – ૯૦૯૯૬ ૭૨૦૨૭

જય અંબે સ્કૂલ, કાલિયાવાડી, નવસારી શહેર

સંપર્ક: રિતાબેન – ૮૧૪૧૯ ૩૯૯૭૪

૫)કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળા, જલાલપોર

સંપર્ક: ડિમ્પલબેન – ૯૦૩૩૦ ૮૧૬૨૬

હજુ પણ જે બાળકો સમર યોગ કેમ્પમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટીનો મોબાઈલ નંબર ૯૯૨૫૧ ૯૦૯૯૭ પર સંપર્ક કરી પોતાની માહિતી મોકલી શકશે.

Related posts

Leave a Comment