નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં “સઘન કોસ્ટર પેટ્રોલિંગ” હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, નવસારી

      ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ, શંકાસ્પદ પેકેટ્સ, બેગ, ડ્રોન, દાણચોરી તથા કેફી પદાર્થોની હેરફેર અટકાવવા રાજ્યભરમાં સઘન કોસ્ટર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા તથા દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એ.એમ. મુનિયા અને પોલીસ અધિક્ષક શ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના ૫૩ કિમી લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં ૫ થી ૧૦ કિમીના વ્યૂહાત્મક વિસ્તારોમાં અલગ અલગ ટીમો દ્વારા “સઘન કોસ્ટર પેટ્રોલિંગ” હાથ ધરવામાં આવી રહ્યું છે.આ અંતર્ગત તા.૧૮/૦૫/૨૦૨૬ના રોજ ઉભરાટથી દીપલા સુધી નવસારી સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ સંયુક્ત રીતે કોસ્ટર વિસ્તારમાં શંકાસ્પદ ઇસમો, વાહનો, બોટો તેમજ અવાવરુ સ્થળોનું ચેકિંગ હાથ ધર્યું હતું.

Related posts

Leave a Comment