હિન્દ ન્યુઝ, નવસારી નવસારી મહાનગરપાલિકા આંગણે આધુનિક જીવનશૈલીમાં પૌષ્ટિક આહારના મહત્વને પુનઃસ્થાપિત કરવા અને વિસરાતા જતાં પ્રાચીન ધાન્ય ‘મિલેટ્સ’ તેમજ રસાયણમુક્ત ખેતી પ્રત્યે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નવસારી મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ કરવામાં આવ્યો છે . નવસારીના ઇટાવાળા રોડ સ્તિથ બી.આર.પાર્ટી પ્લોટ ખાતે આયોજિત વિશેષ પ્રદર્શનને રાજયના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે તથા અન્ય મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. …
Read MoreDay: March 23, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક ૧, ૨ અને ૩માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ૧૦૦ આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે ૨ દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સી.ડી.પી.ઓ. ના માર્ગદર્શન હેઠળ બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક ૧ માં પારગી રોશનીબેન, ઘટક ૨ માં મોરી વિભૂતિબેન અને ઘટક ૩ માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણ યુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ૩ થી ૬ વર્ષના બાળકો તેમજ પોષણ…
Read Moreકાલાવડ ભાજપમાં મોટું ગાબડું: દિગ્ગજ પાટીદાર નેતા નાનજીભાઈ ચોવટીયા ‘આપ’માં જોડાયા
હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. કાલાવડ ભાજપમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદના અંતે ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક મજબૂત અને દિગ્ગજ પાટીદાર નેતા ગુમાવ્યા છે. કાલાવડ ભાજપના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નાનજીભાઈ ચોવટીયાએ આજે સત્તાવાર રીતે કેસરિયો ત્યાગી ‘ઝાડુ’ પકડ્યું છે. કાલાવડ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન યાત્રા’ અને વિસાવદર નાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જનસભા દરમિયાન નાનજીભાઈ ચોવટીયાએ આપનો ખેસ ધારણ કર્યો હતો. બહોળી કાર્યકરોની હાજરીમાં ગોપાલ ઇટાલિયાએ તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપ…
Read Moreગુજરાત શૈક્ષણિક સંસ્કૃતિક મંચ શિક્ષણ સંસ્કૃતિ નિસબત નું ફોરમ
હિન્દ ન્યુઝ, ધરમપુર છેલ્લાં પાંચ વર્ષથી યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિ યાત્રા ગુર્જર પ્રદેશના વિવિધ ખૂણાઓને સ્પર્શવા મથામણ કરે છે. પોતાની જાતને જોડીને આપણી સમૃદ્ધિથી આપણા જિજ્ઞાસુઓને રળિયાત કરવાનો મનોરથ હંમેશા સફળ થતો રહ્યો છે. આવા જ એક પવિત્ર ઉદ્દેશ સાથે,સૌ એક સાથે એક નવું પગલું આદિજાતિ વિસ્તાર વલસાડ જિલ્લા, ધરમપુર તાલુકાના ચાસ માંડવા ગામે સનાતન નિસર્ગધામ ખાતે તેની સંવેદના સ્પર્શવા બે દિવસ સંગોષ્ઠિ -૯ યોજાય હતી. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર અને ફોરમ ઍવોર્ડ સમારોહમાં પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ( દાદા), શાસ્ત્રી પૂ. શ્રી દિવ્ય…
Read More