ભાભર ના ખારા ગામ ના અકસ્માત માં ચાર લોકો ના મોત

હિન્દ ન્યૂઝ, ભાભર

                                                           ભાભરના ખારા ગામના પાટીયા પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ટક્કર થઇ હતી. ગમખ્વાર અકસ્માતની ઘટનામાં બાઇકમાં સવાર બે લોકો અને કાર ચાલક સહિત ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું છે. સ્વિફ્ટ ગાડીના ચાલક અને ખારા ગામના ત્રણ યુવાનોના મોતને લઇ પંથકમાં માતમ છવાયો છે સૂત્રોના જણાવ્યા મુજબ કે, સ્વીફટ ગાડી ડીસાના આખોલની અને બાઇક ખારા ગામનું હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ભાભર અને દિયોદર હૉસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં બાઇકનું આગળનું વ્હીલ તૂટીને અલગ થઈ ગયું હતું. આ તરફ વળાંકમાં બાઇક સાથે ટક્કર બાદ કાર રસ્તાની બાજુમાં આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી. ઝાડ સાથેની ટક્કર બાદ કારના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો જેમાં મોડીરાત્રે માર્ગ અકસ્માતની ઘટનામાં ખારા ગામના દેવાભાઇ મલાભાઇ ચૌધરીએ કારચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં રાત્રે બેફામ કારચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી બાઇકચાલકોને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી પોતે પણ મરણ જઇ ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાઇ છે. જેને લઇ ભાભર પોલીસે કારચાલક સામે આઇપીસીની કલમ 279, 304A, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી . જેમાં મૃતકોના નામ માં ચૌધરી અમરતભાઈ હીરાભાઈ (ઉ-32) રહે.ખારા, તા.ભાભર,ચૌધરી વિનોદભાઈ મેઘરાજભાઈ (ઉ-28) રહે.ખારા, તા.ભાભર, ચૌધરી પ્રતાપભાઈ ધનરાજભાઈ (ઉ.35)રહે ખારા, તા.ભાભર, લાડુંભા પ્રતાપસિંહ પરમાર (ઉ-28) રહે આખોલ, તા.ડીસા નાં રહેવાસી હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment