હિન્દ ન્યુઝ, પોરબંદર રંગોના પર્વ ધૂળેટી નિમિત્તે પોરબંદર જિલ્લામાં લોક સંસ્કૃતિ અને લોક પ્રતિનિધિ વચ્ચેનો અનોખો સુમેળ જોવા મળ્યો હતો. વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ બોખીરા અને દેગામ ગામે ઉપસ્થિત રહી ગામજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક તહેવારની ઉજવણી કરી હતી. દેગામ ખાતે મહેર સમાજ તેમજ બોખીરા ગામે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને મંત્રીએ પરિવારના સભ્ય સમાન સાદગીપૂર્વક લોકોની વચ્ચે રહી તેમણે પરંપરાગત દાંડિયા રાસ કાર્યક્રમ માણ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા તેમજ…
Read MoreDay: March 6, 2026
બખરલા અને ખાભોદર ગામ ખાતે હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દાંડિયા રાસમાં જોડાયા
હિન્દ ન્યુઝ, પોરબંદર હોળી-ધૂળેટીના પાવન પર્વના પ્રસંગે વન પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા પોરબંદર જિલ્લાના બખરલા તથા ખાભોદર ગામ ખાતે આયોજિત દાંડિયા રાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્સાહભર્યા માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ ગ્રામજનોથી સહકાર અને સ્નેહ મેળવ્યો હતો. પરંપરાગત લોકસંસ્કૃતિને ઉજાગર કરતા દાંડિયા રાસમાં તેમણે સ્વયં ભાગ લઈ તહેવારની ખુશી ગ્રામજનો સાથે વહેંચી હતી. આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરીયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા,અગ્રણી સર્વ અરશીભાઈ ખુટી, હાથિયાભાઈ ખુટી, ભુરાભાઈ કેશવાલા, સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા અને લોક ડાયરાના કલાકાર દેવરાજ ગઢવી સહિતનાં…
Read Moreજિલ્લાવાસીઓને સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ
સેવા સેતુ કાર્યક્રમ-૨૦૨૬ – દાહોદ હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમનો શુભારંભ થઈ રહ્યો છે. આગામી તારીખ ૦૭-૦૩-૨૦૨૬ ને શનિવારના ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે થી સાંજના ૫ વાગ્યા સુધી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના કોટડા ફળિયા પ્રાથમિક શાળા અભલોડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ગરબાડા તાલુકાના પાંદડી, નાંદવા, દાદુર, પાટીયા, નઢેલાવ, જેસાવાડા, આંબલી, છરછોડા, વડવા, નેલસુર, વજેલાવ, માતવા, અભલોડ જેવા ગામોનો સેવાસેતુ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ…
Read More૭ મી માર્ચ એ સેવાસેતુ કાર્યક્રમ સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાશે
સેવાસેતુ કાર્યક્રમ-૨૦૨૬ હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૭ મી માર્ચ ૨૦૨૬ શનિવારના રોજ સવારે ૯:00 થી ૦૫ કલાક દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદાર અને લાભાર્થીઓએ જે તે યોજના કે કાર્યક્રમમાં લાભ લેવા માગતા હોય તેના જરૂરી આધાર પુરાવા લઈને ઉપસ્થિત રહેવું. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિભાગવાર વિવિધ સેવાઓના લાભ આપવામાં આવશે. માંડલી, બચકરીયા, ચંદાણાના મુવાડા, કાવડના મુવાડા, ક્લ્યાણપુરા,લુંજાના મુવાડા, ઝૂસા, જસુણી, ઢેડીયાનો નળો, કડવાના પડ, ઢેડીયા,…
Read Moreખર્ચ શૂન્ય, કમાણી બમણી,પ્રાકૃતિક મસાલા ખેતીથી ખેડૂત બનશે સમૃદ્ધ અને સ્વાવલંબી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ઉનાળો આવતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભરના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે ‘પ્રાકૃતિક કૃષિ’ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બંને બજારમાં ખૂબ ઊંચા રહે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે. ભારતીય રસોડામાં મસાલા એ માત્ર સ્વાદ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો, પણ સમાજને સ્વાસ્થ્ય પીરસે છે. રાસાયણિક vs. પ્રાકૃતિક મસાલા: મુખ્ય તફાવત ગ્રાહકો હવે જાગૃત થયા છે.…
Read Moreબારડોલી તાલુકાના કણાઈ ગામના બળવંતભાઈ પટેલે પશુપાલન દ્વારા આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું
હિન્દ ન્યુઝ, બારડોલી રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલી છે. જેનો લાભ લઈને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના ૪૮ વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલન દ્વારા સ્થિર આવક મેળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર પશુપાલક બળવંતભાઈ વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલમાં તેમની પાસે ત્રણ ભેંસ અને બે ગાય છે. જેના વૈજ્ઞાનિક કાળજી અને નિભાવથી તેઓ દરરોજ આશરે ૨૮ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. દૂધનો મોટો ભાગ નજીકની ડેરીમાં ભરવામાં આવે છે,…
Read Moreગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા આગોતરી સાવચેતીના પગલાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવેલા ‘સ્ટેન્ડબાય’ સ્ટાફ અને તેમની વીજળીક ઝડપે કામગીરીના પરિણામે, ચાલુ અઠવાડિયા દરમિયાન બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. તાજેતરમાં ધૂળેટીના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સવમાં મગ્ન હતું, ત્યારે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ તહેવારને ધ્યાને રાખી સાબરમતી નદી અને નર્મદા કેનાલ…
Read Moreઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આયોજન સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી થીમ “Rights. Justice. Action. For ALL Women and Girls” હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવો તેમજ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર…
Read More