સેવાસેતુ કાર્યક્રમ-૨૦૨૬
હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૭ મી માર્ચ ૨૦૨૬ શનિવારના રોજ સવારે ૯:00 થી ૦૫ કલાક દરમિયાન સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદાર અને લાભાર્થીઓએ જે તે યોજના કે કાર્યક્રમમાં લાભ લેવા માગતા હોય તેના જરૂરી આધાર પુરાવા લઈને ઉપસ્થિત રહેવું. આ સેવાસેતુ કાર્યક્રમમાં વિભાગવાર વિવિધ સેવાઓના લાભ આપવામાં આવશે.
માંડલી, બચકરીયા, ચંદાણાના મુવાડા, કાવડના મુવાડા, ક્લ્યાણપુરા,લુંજાના મુવાડા, ઝૂસા, જસુણી, ઢેડીયાનો નળો, કડવાના પડ, ઢેડીયા, ડોકા તલાવડી, વલૂંડા, ચમારીયા, પિછોડા, નારિયાની મુવાડી, પ્રતાપપુરા, ટીસાના મુવાડા, સજેલી, કોટા, થાળા સંજેલી, ગોવિદ તળાઈ, ઈટાડી અને ગસલી એમ કુલ ૨૪ ગામોના લોકોને આ સેવાસેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
