પ્રાકૃતિક ખેતી એ આવનારી પેઢી અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG)ના માધ્યમથી સમગ્ર રાજ્યભરના ખેડૂતો, કૃષિ સખીઓ, કિસાન મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો; તેમજ અધિકારીઓ અને પ્રશિક્ષકોને આ મિશન માટે સમર્પણભાવથી કામ કરવા અપીલ કરી. રાજ્યપાલએ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો વૈજ્ઞાનિક ભેદ સમજાવ્યો. પ્રાકૃતિક ખેતી એ અબજો સૂક્ષ્મ જીવાણુઓથી થતી શૂન્ય ખર્ચની ખેતી છે. ગામડે-ગામડે જઈને તાલીમ આપતી કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને રાજ્યપાલએ અનુરોધ કર્યો કે, તેઓ પોતાના ખેતરને ‘પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ’ બનાવે, ખેડૂત જોઈને વધુ ઝડપથી…

Read More

મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર. અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. મિલકતના રક્ષણ માટે કલેક્ટરને ‘સુઓ મોટો’ની સત્તા, વાંધાજનક તબદીલીના કિસ્સામાં મિલકત કબજામાં પણ લઈ શકશે: મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર અટકશે, જરૂર પડ્યે મિલકત ગિરો મૂકી લોન મેળવી શકાશે.

Read More

  તા. 27 માર્ચ, વિશ્વ રંગભૂમિ દિવસ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વિશ્વ રંગભૂમિ દિવસ નો ઉદ્દેશ્ય નાટ્ય પરંપરાને જાળવી રાખવાનો, તેને આગળ વધારવાનો તેમજ નાટ્યકર્મીઓને પ્રેરિત, પ્રોત્સાહિત કરવાનો છે. વિશ્વ રંગભૂમિ દિવસ એટલે સમગ્ર દુનિયામાં રંગભૂમિ અને તેની સાથે જોડાયેલા કલાકારો, લેખકો, સંગીતકારો, નાટકના બીજા અનેક વિભાગો સાથે જોડાયેલા કેટલાય કસબીઓને યાદ કરવાનો દિવસ. આ દિવસ રંગભૂમિને એક કલા સ્વરૂપ અને તેના સામાજિક મહત્વ તરીકે સન્માનિત કરે છે.

Read More

औद्योगिक कचरे को सड़क निर्माण में इस्तेमाल करना भारत की सर्कुलर अर्थव्यवस्था के विजन की कुंजी है – डॉ. एन. कलाइसेल्वी

हिन्द न्यूज़, दिल्ली      स्थायी इंफ्रास्ट्रक्चर और सर्कुलर अर्थव्यवस्था की दिशा में एक महत्वपूर्ण कदम उठाते हुए, सीएसआईआर-केंद्रीय सड़क अनुसंधान संस्थान (सीएसआईआर-सीआरआरआई) सड़क निर्माण में अपशिष्ट फाउंड्री रेत (डब्ल्यूएफएस) के प्रभावी उपयोग के प्रयासों का नेतृत्व कर रहा है। इस पहल को आगे बढ़ाने के लिए, भारतीय फाउंड्रीमैन संस्थान (आईआईएफ) ने सीएसआईआर-सीआरआरआई और सुयोग एलिमेंट्स के साथ सीएसआईआर विज्ञान केंद्र, नई दिल्ली में एक सहयोगात्मक अनुसंधान एवं विकास (आर एंड डी) समझौता किया है। यह समझौता वैज्ञानिक और औद्योगिक अनुसंधान विभाग – डीएसआईआर की सचिव और सीएसआईआर की महानिदेशक…

Read More

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધવપુર મેળા માટે ૨૫ બસોની વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, પોરબંદર     ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનો લાભ જિલ્લાના નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ બસોની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે.     આ વ્યવસ્થા અંતર્ગત પોરબંદર શહેરમાંથી કુલ ૧૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો બપોરે ૨:૩૦ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કરશે. જેમાં ગુરુકુળ ગેટ, ભીમરાવ ચોક (છાંયા), વિરડી પ્લોટ (ચુનાના ભઠા પાસે), કે.કે.નગર (હનુમાન મંદિર પાસે), બોખીરા, દક્ષિણ ઝોન મહાનગરપાલિકા બ્રાન્ચ ઓફિસ, સુદામા પરોઠા હાઉસવાળી ગલી,…

Read More

માધવપુર મેળામાં તા.૨૭ માર્ચના સાંજે ડાયરામાં ગુંજશે ગીતાબેન રબારીના સૂર

માધવપુર મેળો – ૨૦૨૬ હિન્દ ન્યુઝ, પોરબંદર       ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે અને દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.    આ મેળો તા. ૨૭ માર્ચ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન યોજાશે, જેમાં તા ૨૭ માર્ચના સાંજે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત…

Read More

માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનું આજે સાંજે ઉદ્ઘાટન: વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે

હિન્દ ન્યુઝ, પોરબંદર       વિશાળ ગ્રાઉન્ડમાં ઉતર પૂર્વ રાજ્યો અને ગુજરાતના ૬૦૦ જેટલા કલાકારોની સાંકૃતિક પ્રસ્તુતી તેમજ રાત્રે ગીતાબેન રબારીનો કાર્યક્રમ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનું ઉદ્ઘાટન કાલે તા.૨૭ માર્ચના સાંજે ૬ કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.      તા.૨૭ માર્ચે રાત્રે ગાર્ડ ઓફ ઓનર સાથે માધવરાય નિજ મંદિર ખાતેથી વરણાગી યાત્રા નીકળશે. આ અવસરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો,…

Read More

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પાર્થ ગુપ્તાની પ્રેરણાદાયી સફર

હિન્દ ન્યુઝ, નર્મદા     નર્મદા જિલ્લાના માંગરોળ ગામના પાર્થ ગુપ્તા કોર્પોરેટ જોબ છોડી નેચરલ ફાર્મિંગ શીખ્યા. આજે વ્હોટ્સએપના માધ્યમથી ગ્રાહકોને સીધા તાજા પ્રાકૃતિક ઉત્પાદનો પહોંચાડી સારી આવક મેળવવાની સાથે સફળ ખેડૂત તરીકે ઓળખ પામ્યા છે. ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ મેળવી, મોડેલ ફાર્મ તરીકે નોંધણી અને નેચરલ ફાર્મિંગ સર્ટિફિકેશન, રાજ્ય સરકાર દ્વારા મળી રહેલું પ્રોત્સાહન પ્રાકૃતિક ખેતીની દિશામાં ખેડૂતો માટે પ્રેરણારૂપ

Read More

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પુણા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણની સાથે નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, સુરત     રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરતના પુણા વિસ્તારની મુલાકાત લઈ જનહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને પ્રગતિ હેઠળના કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતની શરૂઆતમાં તેમણે અશોક વાટિકા પાસે નિર્માણાધિન બોક્ષ ખાડીની મુલાકાત લઈ સ્વચ્છતા અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.      શિક્ષણ અને બાળ કલ્યાણના ક્ષેત્રે મહત્વનું કદમ ઉઠાવતા મંત્રીએ પુણા ગામના માનસરોવર સોસાયટી ખાતે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી નવી આંગણવાડીનું રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બાળકોને પાયાનું શિક્ષણ અને…

Read More

સુરત ખાતે રૂ.૧૧૬ કરોડના ખર્ચે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

  હિન્દ ન્યુઝ, સુરત    ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા પીપલોદ પોલીસ લાઈન ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ રૂ. ૧૧૬ કરોડના ખર્ચે પોલીસ ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સના મકાનો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.    કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રીએ સુરત શહેર અને જિલ્લામાં પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ માટે પીપલોદ પોલીસ લાઈન ખાતે રૂ. ૫૫.૫૩ કરોડના ખર્ચે કક્ષા બી/૧૯૨ ક્વાર્ટર્સ, હોર્સ રાઈડીંગ સ્કુલ, લાઇબ્રેરી, રાંદેર પોલીસ લાઈન ખાતે રૂ. ૭.૩૦ કરોડના ખર્ચે કક્ષા-બી ૪૦ ક્વાટર્સ, ભેસ્તાન ખાતે…

Read More