હિન્દ ન્યુઝ, ઉમરેઠ 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ ના રોજ થશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે 46 જેટલા ગામોમાં મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો કરવા સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ના માર્ગદર્શન હેઠળ 111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી જે. એસ. પટેલ ચૂંટણીલક્ષી ફરજ નિભાવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી દ્વારા…
Read MoreMonth: March 2026
જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસેના સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠકકરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લઇ ૧૧ દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરી બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેલ મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે કલેકટરએ જાણકારી મેળવી હતી તથા સંસ્થાના કાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલ છે અને યોગ્ય માર્ગદર્શન…
Read Moreનવસારી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, નવસારી જિલ્લાના પ્રજાહિતના પાયાકીય વિકાસ કામોને વેગ આપવા અને વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા આયોજનને મંજૂરી આપવા માટે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. નવસારી કલેક્ટર કચેરીના “પૂર્ણા ખંડ” ખાતે આયોજિત આ બેઠકમાં જિલ્લાના વર્ષ ૨૦૨૬-૨૭ માં તાલુકાવાર સંભવિત નવી જોગવાઈ કુલ રૂ.૧૧૫૦ લાખ આંકવામાં આવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૫–૨૬ના વર્ષની વિવિધ જોગવાઈ હેઠળ મંજૂર થયેલી રકમ રૂ.૨૬૮૨.૧૯ લાખના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. વિકાસ કામોના આગોતરા આયોજનની સમીક્ષા…
Read Moreનવી સિવિલની સરકારી નર્સિંગ કોલેજ ખાતે B.Sc નર્સિંગની ૧૨મી બેચનો ગ્રેજ્યુએશન સેરેમની અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સરકારી નર્સિંગ કોલેજ ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.એન. ચાવડાના અધ્યક્ષસ્થાને B.Sc નર્સિંગના ૧૨મી બેચના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન સેરેમની (પદવીદાન) અને પ્રથમ વર્ષના નૂતન વિદ્યાર્થીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કુલપતિ ડો.કે.એન. ચાવડાએ પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, કોઈપણ તહેવાર હોય કે કુદરતી આપત્તિ, નર્સિંગ સ્ટાફ હંમેશા સેવામાં અગ્રેસર રહે છે.હોસ્પિટલમાં દર્દી સાથે સૌથી વધુ સમય નર્સિંગ સ્ટાફ જ વિતાવે છે. ડોક્ટર પૂર્વે નર્સિંગ સ્ટાફ જ…
Read Moreવઘઇ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત સરકાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર અને નાયબ ખેતી નિયામક (તાલીમ) ખેડૂત તાલીમ કેન્દ્ર આહવા – ડાંગના ઉપક્રમે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અંતર્ગત આજરોજ ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૫૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અઘ્યક્ષ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં સરકાર સહયોગ આપે છે ત્યારે તમામ ખેડૂતોએ…
Read Moreરવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે બાજરી, જુવાર અને મકાઈની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી શરૂ થશે
હિન્દ ન્યુઝ, દાહોદ ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ તરીકે બાજરી માટે રૂ. ૨૭૭૫ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (માલદંડી) માટે રૂ. ૩૭૪૯ પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઈબ્રીડ) માટે રૂ. ૩૬૯૯ પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે રૂ. ૨૪૦૦ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે બાજરી અને જુવારની ખરીદી પર રૂ. ૩૦૦ પ્રતિ ક્વિન્ટલનો વધારાનો બોનસ પણ આપવામાં આવશે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર આ ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે રાજ્યભરમાં કરવામાં આવશે.…
Read Moreડિજિટલ માળખાગત સુવિધાઓમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યુ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹રાજ્યના 13 વિભાગોની 200થી વધુ DBT યોજનાઓમાં આધાર પ્રમાણીકરણ સેવાઓનો ઉપયોગ 🔹ગત નાણાકીય વર્ષમાં 56 કરોડથી વધુ આધાર પ્રમાણીકરણ ટ્રાન્ઝેક્શન 🔹GSWAN દ્વારા રાજ્યની આશરે 6 હજાર સરકારી કચેરીઓ ઇન્ટ્રાનેટના માધ્યમથી જોડાઇ 🔹ફરિયાદ નિવારણ પ્રોજેક્ટ ‘સ્વાગત’ સહિત વર્ષ દરમિયાન આશરે 4 હજાર વીડિયો કોન્ફરન્સ અને 13થી વધુ વેબકાસ્ટ ઇવેન્ટ યોજાઇ
Read Moreદાહોદ જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ ડીઝલ LPG, PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાની જાહેર જનતાને અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે કે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે પેટ્રોલ ડીઝલ LPG, PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ખાદ્ય અનાજ અને ખાતરનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તમામ ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન અને ઉપલબ્ધતાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી જનતાને કોઈ મુશ્કેલી ન પડે. વધુમાં નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ કે ભ્રામક માહિતી (ફેક ન્યૂઝ) પર વિશ્વાસ કરવો નહીં. કોઈપણ…
Read Moreજી.ઈ.સી. દાહોદ ખાતે Arduino પ્રોગ્રામિંગ પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદના ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા તા. 24/03/2025ના રોજ “Arduino Programming and Applications” વિષય પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ઇલેક્ટ્રિકલ અને ઇ.સી. વિભાગના અંદાજે 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સેન્સર ઇન્ટરફેસિંગ તેમજ ઔદ્યોગિક સમસ્યાઓ જેમ કે સેફ્ટી કર્ટન સિસ્ટમ અને કન્વેયર જામ ડિટેક્શન જેવા પ્રેક્ટિકલ ટાસ્ક પર કામ કરીને પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને ઓટોમેશન ક્ષેત્રમાં પ્રાયોગિક સમજ મળી અને ભવિષ્યમાં કુશળ ઓટોમેશન એન્જિનિયર બનવા માટે પ્રેરણા મળી હતી. આ વર્કશોપનું…
Read More112 જનરક્ષક ટીમ તેમજ ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમ ની પ્રશંસનીય કામગીરી
હિન્દ ન્યુઝ, દાહોદ શ્રદ્ધાબેન રણજીતભાઈ ભુરીયા ઉંમર: 13 વર્ષ રહેઠાણ: ઝરી ખુર્દ, નિશાળ ફળીયા, તા. જી. દાહોદ ઘટનાનો વિગતવાર વર્ણન: શ્રદ્ધાબેન પોતાની માતા સુમિત્રાબેન સાથે પોતાના મામાના ઘરે સહાડા ગામે જવા માટે નીકળ્યા હતા. માર્ગની યોગ્ય જાણકારી ન હોવાને કારણે તેઓ રસ્તો ભૂલી ગયા હતા અને એકલા હાલતમાં કાળી તળાઈ પાસે આવેલ અમદાવાદ-ઇન્દોર હાઈવે રોડ ઉપર ચાલતા જોવા મળ્યા હતા. આ સમયે ડાયલ 112 જનરક્ષક ટીમ કાળી તળાઈ વિસ્તારમાં ફરજ પર હાજર હતી. ડાયલ 112 જનરક્ષક ટીમમાં PC બહાદુરભાઈ ચુનિયાભાઈ તથા પાયલોટ દિનેશભાઈ પટેલ હાજર હતા. ટીમ દ્વારા રોડ…
Read More