મોરબી જિલ્લામાં હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, મોરબી     સરકાર દ્વારા મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબીમાં મોરબી અને હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે રૂ.૧૪૫૦ પ્રતિ કિલોગ્રામ ના ભાવે ખરીદવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હેક્ટરદીઠ વધુમાં વધુ ૧૨૫ મણ જથ્થાની ખરીદી કરાશે. ખેડૂતોને પોતાની મગફળી કેન્દ્રો પર લાવવા એક દિવસ અગાઉ SMS દ્વારા જાણ કરવામાં આવશે. દરેક ખેડૂતોને વિનંતી કે પોતાનો જથ્થો સાફ કરીને લાવે જેથી વેચાણ કેન્દ્ર ખાતે ગુણવત્તા માટેની વ્યવસ્થા જળવાઈ રહે. ઉપરાંત મગફળી સુકવીને લાવવી જેથી મગફળી સરકારના ધારા ધોરણ મુજબ આવે. જિલ્લામાં મગફળીનું અંદાજિત વાવેતર ૭૨ હજાર…

Read More

જૂનાગઢ ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અંતર્ગત ‘સરદાર@ 150’ યુનિટી માર્ચના ભાગરૂપે આયોજિત રાજ્યવ્યાપી પદયાત્રાનો પૂજ્ય સંતો અને સાથી મંત્રીઓની હાજરીમાં જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો. જૂનાગઢ 1947ની 9મી નવેમ્બરે નવાબી શાસનમાંથી આઝાદ થઈને ભારતમાં ભળ્યું હતું, તેને જૂનાગઢ મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને આરઝી હકૂમતના સેનાનીઓના મહત્ત્વપૂર્ણ યોગદાનથી જુનાગઢ ભારતમાં ભળવાના આ યાદગાર દિવસે આ પદયાત્રાનું આયોજન થયું તે વિશેષ આનંદની વાત છે. આજના આ અવસરે, સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, તેમને ભાવપૂર્વક વંદન કર્યા.…

Read More

જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા પૂર્વે જૂનાગઢ શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વહેલી સવારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સરદાર સાહેબની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે બેન્ડની સુરાવલીથી વચ્ચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરદાર ચોક ખાતે રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન…

Read More

વડોદરામાં ડૉ. બી.આર. આંબેડકર ભવન ખાતે નવ નિયુક્ત મંત્રીઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, વડોદરા     ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નવ નિયુક્ત મંત્રીઓનો સત્કાર સમારંભ વડોદરા સ્થિત ડૉ. બી.આર. આંબેડકર ભવન, અલકાપુરી ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. ડૉ. બી.આર. આંબેડકર ભવન અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત આ સમારંભમાં અનુસૂચિત જાતિ સમાજ સહિત સમગ્ર નગરજનો તરફથી મંત્રીઓના સત્કાર અભિવાદન માટે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (સામાજિક અને ન્યાય અધિકારીતા) ડો. પ્રદ્યુમન વાજા, સામાજિક અને ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન વકીલ અને ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ સમાજ…

Read More

વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં મનપાના કર્મયોગીઓનો મતદાર ગણતરીમાં સહયોગ લેવાશે

હિન્દ ન્યુઝ, વડોદરા  ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ વડોદરા શહેર અને જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. બૂથ લેવલ ઓફિસર દ્વારા ગણતરી ફોર્મનું વિતરણ અને કલેક્શન કરવામાં આવી રહ્યું છે. કામગીરીની વિશાળતાને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને ખાસ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.  સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૮ના રોજ બપોરના ૧૨ વાગ્યાની સ્થિતિએ ૪૫ ટકા જેટલા ફોર્મનું વિતરણ થયું છે. ફોર્મ વિતરણ, કલેક્શન અને વેરિફિકેશનની કામગીરીની વ્યાપક્તાને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા શ્રી અરુણ મહેશ બાબુની ખાસ…

Read More

સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની અપીલ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, વડોદરા     Bવડોદરા પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વરછતામાં શ્રમદાન કરીને સ્વચ્છતાનું મહિમામંડન કર્યું હતું. ગ્રામ પંચાયત કચેરી પરિસર વિસ્તારમાં હાથમાં ઝાડુ લઈને સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા હાથ ધરી હતી. સપ્તાહમાં એક વખત સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ સ્વચ્છ કરવા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવા તેમણે આ વેળા અપીલ કરી હતી. રાજ્યપાલએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વચ્છતાના વિચારો પર ચાલીને તેમનું સ્વચ્છતા સપનું સાકાર કરવા ગ્રામજનોને હાંકલ કરી હતી. સ્વચ્છતા થકી પ્રભુભક્તિ અને આરોગ્યની સમૃદ્ધિ હાંસલ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમજ સ્વચ્છતાકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ…

Read More

કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુન: બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના

હિન્દ ન્યુઝ, ભાવનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.  રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી…

Read More

“હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને મતદારો પાસે ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ આપવાની કામગીરી શરૂ કરાઈ

હિન્દ ન્યુઝ, ભુજ      ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં ખાસ સઘન સુધારણા (Special Intensive Revision-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે કાર્યક્ર્મના ENUMERTAION વાળા તબકકામાં બી.એલ.ઓ દ્વારા તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી ૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી “હાઉસ ટુ હાઉસ” મુલાકાત કરીને મતદારો પાસે Enumeration Form (ગણતરી ફોર્મ-એન્યુમેરેશન ફોર્મ) આપવાની કામગીરી શરૂ કરાઈ છે. જે હેઠળ માંડવી શહેર તથા તાલુકામાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈ પણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી. મતદારયાદીમાં પોતાનું નામ તથા ૨૦૦૨ની મતદાર યાદી https://voters.eci.gov.in પર ચકાસી શકાશે. મતદાર…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા નું આયોજન અંગે બેઠક

હિન્દ ન્યુઝ, જામનગર      સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.      બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તા.13 થી તા.17 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા‌ યોજાશે. જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન…

Read More

વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબદ્ધ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, વડોદરા ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલ દેવવ્રતજીનું આહ્વાન સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલએ હાંકલ કરી પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, તેમ કહી રાજ્યપાલએ વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા

Read More