હિન્દ ન્યુઝ, વડોદરા
ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલ દેવવ્રતજીનું આહ્વાન
સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલએ હાંકલ કરી
પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, તેમ કહી રાજ્યપાલએ વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા
