સ્વચ્છતા માટે શ્રમદાન કરીને સ્વચ્છતાને સંસ્કાર બનાવવાની અપીલ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, વડોદરા

    Bવડોદરા પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્વરછતામાં શ્રમદાન કરીને સ્વચ્છતાનું મહિમામંડન કર્યું હતું. ગ્રામ પંચાયત કચેરી પરિસર વિસ્તારમાં હાથમાં ઝાડુ લઈને સ્થાનિક સફાઈકર્મીઓ સાથે સ્વચ્છતા હાથ ધરી હતી.

સપ્તાહમાં એક વખત સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ સ્વચ્છ કરવા અને સ્વચ્છતાને સંસ્કાર બનાવવા તેમણે આ વેળા અપીલ કરી હતી.

રાજ્યપાલએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વચ્છતાના વિચારો પર ચાલીને તેમનું સ્વચ્છતા સપનું સાકાર કરવા ગ્રામજનોને હાંકલ કરી હતી. સ્વચ્છતા થકી પ્રભુભક્તિ અને આરોગ્યની સમૃદ્ધિ હાંસલ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તેમજ સ્વચ્છતાકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ત્યારબાદ અહીં ચંદન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં રાજ્યપાલએ શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડના વિજેતા ધર્મેશ પટેલ પાસેથી તલસ્પર્શી વિગતો મેળવીને પ્રાકૃષિક કૃષિ અને દેશી ગાયના પાલન સંદર્ભે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત પૂર્વે રાજ્યપાલએ અહીં દેશી ગાયને દોહીને ગૌસેવા કરી હતી. તેમજ દેશી ગાયના દૂધને અમૃત કહ્યું હતું. ગૌમૂત્ર અને દેશી ગાયના છાણ માનવ અને ખેતી માટે કેટલું કિમતી છે, તે અંગે રસપ્રદ જાણકારી આપી હતી.

Related posts

Leave a Comment