હિન્દ ન્યુઝ, વલસાડ રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિર ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ ની થીમ સાથે તા. 13થી 15 નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિમાં સમય અનુરૂપ નવતર મોડ આપવા 2003થી શરૂ કરાવેલી ચિંતન શિબિરની આ વર્ષે 12મી કડી મુખ્યમંત્રીના દિશા-દર્શનમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ચિંતન શિબિરના આયોજનને ઓપ અપાયો. ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ સહિતના વિવિધ વિષયો આવરી…
Read MoreDay: September 25, 2025
ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઠેબા ગામે શ્રી કે.જે. શાહ માધ્યમિક શાળા તેમજ ઠેબા તાલુકા શાળા ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ વિષે વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં દતક વિધાન, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સ અને પોક્સો એક્ટ ૨૦૧૨ વિષે તથા નશામુક્ત ભારત અભિયાનની વિદ્યાર્થીઓને સમજુતી આપવામાં આવી હતી. બાદમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ લીધા હતા.
Read Moreस्वच्छोत्सव के तहत नारा है, हम सब ने ठाना है भारत को स्वच्छ बनाना है।
हिन्द न्यूज़, बिहार राष्ट्रीय स्वच्छ गंगा मिशन नई दिल्ली के निर्देशानुसार और जिला पदाधिकारी , वैशाली के आदेशानुसार जिला गंगा समिति, वैशाली, नगर परिषद, हाजीपुर, भारत स्काउट एवं गाइड,एनसीसी आदि के संयुक्त तत्वावधान में कौनहारा घाट,हाजीपुर में स्वच्छता अभियान, स्वच्छता जागरूकता चर्चा, स्वच्छता शपथ आदि कार्यक्रम आयोजित किया गया। यह कार्यक्रम 2 अक्टूबर तक स्वच्छता ही सेवा कार्यक्रम अंतर्गत स्वच्छोत्सव के थीम पर यह कार्यक्रम आयोजित किया गया।कार्यक्रम में मुख्य रूप से स्वच्छता, नदी स्वच्छता और स्वच्छता के दैनिक जीवन में होने वाले फायदे को बताया गया।कार्यक्रम…
Read Moreજામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવેલ તમામ ૧૨ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરએ ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી…
Read Moreગાંધીનગર જિલ્લાનું પાંડવ કાલીન રુપાલ વરદાયિની માતા મંદિર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાનું પાંડવ કાલીન રુપાલ વરદાયિની માતા મંદિર રુપાલ ખાતે શારદીય નવરાત્રિ નોમના દિવસે નીકળતી પલ્લી યાત્રા જોવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. વરદાયિની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી યાત્રામાં ભાવિક ભક્તો દર વર્ષે શુદ્ધ ઘીનો અભિષેક કરે છે. સુંદર બંસી પહાડપુરી પત્થર તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી દ્વારા નિર્મિત રુપાલ મંદિર મનોરમ્ય છે. રુપાલ ગામ ગાંધીનગરથી 13 કિમી અને અમદાવાદથી 35 કિમીના અંતરે આવેલું છે.
Read Moreસુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક વરદહસ્તે ખાતમુહૂર્ત
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ-ખોડું-વેળાવદર રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રૂપિયા ૩.૩૪ કરોડના ખર્ચે બનનારો આ ૧૨૦૦ મીટરનો સિમેન્ટ કોંક્રિટ રોડ, આ વિસ્તારના લોકો માટે પ્રગતિનો પથ બનશે. આ રોડ બનવાથી ગામલોકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. ખેડૂતોને તેમનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં સરળતા રહેશે. આ રોડ વેપાર-ધંધા અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ આપશે. આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરામબાપુ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે મિયાત્રા ગામે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યા
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મિયાત્રા ગામે રૂ.૧૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ અને રૂ.૭લાખ ૭૫હજારના ખર્ચે ગ્રામ પંચાયત ભવન પાસે સીસી રોડ અને પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવન ગામના પ્રશાસનને વધુ સુવ્યવસ્થિત બનાવશે, જ્યારે સીસી રોડ અને કમ્પાઉન્ડ વોલના વિકાસકાર્યો ગામના નાગરિકોને સુવિધાજનક માર્ગસંચાર તેમજ શાળા પરિસરમાં સુરક્ષા અને સુવિધાનો સીધો લાભ પહોંચાડશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ શહેરોની…
Read Moreકાલાવડ ટાઉન પોલીસ મથકના પી.આઈ. અને એડવોકેટ વચ્ચે થઈ તકરાર
https://www.facebook.com/share/v/16YAgCsFzc/ કાલાવડ ટાઉન પોલીસ મથકના પી.આઈ આંબલીયા અને એડવોકેટ જયેશ વાઘાણી વચ્ચે થયેલ તકરાર અંગે જાણો શું કહ્યું જયેશ વાઘાણીએ https://www.facebook.com/100090876664334/videos/763169533289840/ 👉 જનતા રેડની પોલ ખોલતા અને પોતાની ઉપર કાલાવડ ટાઉનના પી.આઈ આંબલીયા એ લગાવેલ આક્ષેપો અંગે જાણો AAP દયા મકવાણાએ શું કહ્યું ‘હિન્દ ન્યુઝ’ એક્સલુઝિવ ઇન્ટરવ્યુ
Read Moreપાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન 120 જેટલી એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન
હિન્દ ન્યુઝ, પાવાગઢ 🚍 પાવાગઢ અને માતાના મઢ ખાતે આસો નવરાત્રી મેળા દરમિયાન 120 જેટલી એક્સ્ટ્રા એસ.ટી બસોનું સંચાલન કરવામાં આવશે. અંદાજિત 8.20 લાખથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ 🚍 પવિત્ર આસો માસમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારમાં રાજ્યના નાગરિકોને પાવાગઢ અને કચ્છમાં માતાના મઢ ખાતે શરૂ થયેલ આસોના મેળાનો લાભ લઇ શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમનો જનહિતલક્ષી નિર્ણય.
Read Moreકુપોષણ તેમજ મેદસ્વિતા અંગે જાગૃતિ લાવવા જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલમાં પોષણ માસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજી વાલીઓ સરળતાથી ઘરે બનાવી શકે તેવી વાનગીઓની જાણકારી અપાઈ કુપોષિત બાળકો અને તેમના પરિવારજનોમાં પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ લાવવા તેમજ બાળકોમાં મેદસ્વિતા ઘટાડવા હેતુ જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના એન.આર.સી. વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે એન.આર.સી.ના સ્ટાફ દ્વારા પોષણ, પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી એવી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું. જેમાં બીટના ઢોકળા, સાબુદાણા-સફરજન ખીર, ખજૂર-મખાના ખીર, દલિયા ખીચડી, મિક્સ સ્પ્રાઉટ્સ, મિક્સ વેજિટેબલ સલાડ,…
Read More