સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક વરદહસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

     સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે દુધરેજ-ખોડું-વેળાવદર રોડના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

ખાતમુહૂર્ત પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રૂપિયા ૩.૩૪ કરોડના ખર્ચે બનનારો આ ૧૨૦૦ મીટરનો સિમેન્ટ કોંક્રિટ રોડ, આ વિસ્તારના લોકો માટે પ્રગતિનો પથ બનશે. 

આ રોડ બનવાથી ગામલોકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. ખેડૂતોને તેમનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. વિદ્યાર્થીઓને શાળાએ જવામાં સરળતા રહેશે. આ રોડ વેપાર-ધંધા અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ આપશે.

આ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુન્દરામબાપુ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment