વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.17 સપ્ટેમ્બરના રોજ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે

આરોગ્યનો મહોત્સવ  હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન મહિલાઓ માટે આરોગ્ય સ્ક્રીનિંગ, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, સ્તન કેન્સર, મુખ કેન્સર અને સર્વાઇકલ કેન્સર, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા ચકાસણી અને કાઉન્સેલિંગ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન બોટાદ જિલ્લામાં આવેલા તમામ આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલોના સહયોગથી આ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત મહત્તમ નાગરિકોને લાભાન્વિત થવા બોટાદ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

Read More

ઓલપાડ તાલુકામાં હંગામી ફટાકડા વેચાણ માટેનો પરવાનો મેળવવા માટે અરજી કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, ઓલપાડ       આગામી તા.૨૦મી ઓકટોમ્બર દિવાળીના તહેવારને અનુલક્ષીને ઓલપાડ તાલુકામાં હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા ઈચ્છુક વેચાણકર્તાઓએ કામચલાઉ ફટાકડા વેચાણનો પરવાનો મેળવવા માટે તા.૨૫/૯/૨૦૨૫ સુધી પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ, ધોરણસરનો પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ/ચુંટણીકાર્ડ/આધારકાર્ડ પૈકી કોઈ પણ બે આધારોની નકલો તથા જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ સાથે સબ-ડીવીજનલ મેજીસ્ટ્રેટ, ઓલપાડ પ્રાંત, તાલુકા સેવા સદન, ઓલપાડ ખાતે જમા કરાવવા ઓલપાડ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Read More

સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયા હેઠળ સધન સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જનભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાશે        મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧માં વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી કરાશે. જે અન્વયે ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતો સહિત દરેક વિભાગોમાં સઘન સ્વચ્છતા અભિયાન યોજાશે.

Read More

સુરત શહેરના વેસુના અમુક વિસ્તારનું મહેસુલ હેઠળ પ્રમોલગેશન

હિન્દ ન્યુઝ, સુરત      સુરત શહેરના વેસુના અમુક વિસ્તારનું મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવ્યું છે જે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધ કરવો.  સુરત જિલ્લાના મજુરા તાલુકાના વેસુને સીટી સર્વેમાં દાખલ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમ મુજબ મંજુરી મળી છે. જેથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરીના શીટ નં.૦૦૧૩, ચા.નં.૧૫નું રેકર્ડ તૈયાર કરીને તા.૨૭/૯/૨૦૨૫ના રોજ પ્રમાણિત કરવામાં આવનાર છે. 

Read More

બાળકોના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બની અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી

પોષણ માસ – 2025 હિન્દ ન્યુઝ, મોડાસા      બાળકો માટે પોષણયુક્ત ખોરાકના કેન્દ્ર સહિત મનોરંજન, શિક્ષણ અને શારીરિક-માનસિક વિકાસનું પણ પ્રેરણાસ્ત્રોત બની આંગણવાડીની આ સફળતા ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ અમારો પ્રયાસ છે કે દરેક બાળકને પૌષ્ટિક ખોરાક મળે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને સ્વસ્થ રહે : આંગણવાડીના તેડાગર છાયાબેન

Read More

જિલ્લા આરોગ્ય વિભાગના અવિરત પ્રયત્નોનું પરિણામ : જાળીલા અને નાના ઝીંઝાવદરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોએ પ્રાપ્ત કરી આગવી સિદ્ધી

હિન્દ ન્યુઝ, બોટાદ આરોગ્યલક્ષી ગુણવત્તા બાહેંધરી ક્ષેત્રે આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા ૮૭ ટકા તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નાના ઝીંઝાવદર ૮૬ ટકા મૂલ્યાંકન સાથે મોખરે રહ્યું આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એન.એચ.એસ.આર.સી.ના ૨ એકસ્ટર્નલ એસેસરે કર્યુ હતું ચેપી રોગોનું સંચાલન, માનસિક સ્વાસ્થ્ય બીમારીઓનું સંચાલન, બિનચેપી રોગોનું સંચાલન, નવજાત શિશુની આરોગ્ય સેવાઓ જેવી જુદી જુદી 12 સેવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું

Read More

ડાંગ જિલ્લા પંચાયત કચેરી ખાતે “રાષ્ટ્રીય પોષણ માહ” કાર્યક્રમની ઉજવણી અંગે બેઠક યોજાઇ

“રાષ્ટ્રીય પોષણ માહ”  હિન્દ ન્યુઝ, ડાંગ    ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર- ૨૦૨૫ ને “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પોષણ માસ અંગેની ઉજવણી કરવા માટે જિલ્લાના જુદાં જુદાં વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે આજરોજ ડાંગ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાની અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઇ હતી.  જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમમાં જુદી જુદી પ્રવૃતિઓનું ઉત્સાહપુર્વક આયોજન કરવા જિલ્લાના અમલીકરણ વિભાગો દ્વારા પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવામાં આવે તે…

Read More

ધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને તાત્કાલિક પ્રાથમિક સારવારઅપાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ      ધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને અચાનક આંચકી, તાવ અને ઉલટી થતાં આયુષ્માન આરોગ્ય મંદીર, મોટી પરબડી દ્વારા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે GMERS હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧૦૮ દ્વારા રીફર કરી તેમની જિંદગી બચાવાઇ હતી.     તા. ૦૨.૦૯.૨૫ની ફોલોઅપ તપાસ મુજબ રોશનીબેન મયુરભાઇ મકવાણા એકદમ સ્વસ્થ છે. અને તેના પરીવારે સી.એચ.ઓ. શ્રી નદીમભાઇ દસાડીયા, આર.બી.એસ.કે. ટીમના ડો. મોનિકાબેન, જુનાગઢની GMERS હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.    જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુને વધુ બાળકોને લાભ…

Read More

સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “બિલ્ડિંગબોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ” થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ છાત્રોને સરદાર પટેલે 562 રજવાડાઓને કઈ રીતે એકત્ર કર્યા તેના વિશે જુદા-જુદા કિસ્સાઓ સંભળાવી જાણકારી આપી હતી. તેમજ અગાઉની સરકારે સરદાર પટેલનું મહત્વ વધારવા કોઈ પ્રયાસ કર્યો નહીં હોવાનો આરોપ લગાવ્યો…

Read More

રાજકોટ જિલ્લા ખાતે ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૬ ઓક્ટોબર દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા કલેકટરશ્રી ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે આ અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓને કામની સોપણી કરી, પરિણામલક્ષી કામગીરી કરવા ટકોર કરી હતી.      પોષણ માસ દરમિયાન “સ્થૂળતા, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ, પુરુષોની સહભાગિતા વધારવી અને વોકલ ફોર લોકલ” જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવા જિલ્લાના અધિકારીઓને કલેકટરએ સૂચના…

Read More