જિલ્લા આરોગ્ય વિભાગના અવિરત પ્રયત્નોનું પરિણામ : જાળીલા અને નાના ઝીંઝાવદરનાં આયુષ્માન આરોગ્ય મંદિરોએ પ્રાપ્ત કરી આગવી સિદ્ધી

હિન્દ ન્યુઝ, બોટાદ

આરોગ્યલક્ષી ગુણવત્તા બાહેંધરી ક્ષેત્રે આયુષ્માન આરોગ્ય મંદિર-જાળીલા ૮૭ ટકા તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર-નાના ઝીંઝાવદર ૮૬ ટકા મૂલ્યાંકન સાથે મોખરે રહ્યું

આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એન.એચ.એસ.આર.સી.ના ૨ એકસ્ટર્નલ એસેસરે કર્યુ હતું

ચેપી રોગોનું સંચાલન, માનસિક સ્વાસ્થ્ય બીમારીઓનું સંચાલન, બિનચેપી રોગોનું સંચાલન, નવજાત શિશુની આરોગ્ય સેવાઓ જેવી જુદી જુદી 12 સેવાઓનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું

Related posts

Leave a Comment